<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ઓપરેશન સિંદૂર...ગોંડલના આહિર બુખારીના ચિત્રનું આર્કષણ

 

ગોંડલઃ ઓપરેશન સિંદુર... તાજેતરમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના યુદ્ધમાં સુકાન સંભાળનાર ભારત ની દીકરીઓ, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્‍ડર વ્‍યોમિકા સિંઘ નુ ચિત્ર ગોંડલના પ્રખ્‍યાત આર્ટિસ્‍ટ  શ્રી મુનીરભાઈ બુખારીએ બનાવ્‍યું છે. સુભગ સમન્‍વય એ છે કે, આ ચિત્ર સર ભગવતસિંહજીએ સ્‍થાપેલ મોંઘીબા ગર્લ્‍સ હાઈસ્‍કૂલ ની દીવાલ ઉપર બનાવ્‍યું છે. ૧૯૧૯ માં ફરજિયાત કન્‍યા કેળવણી થીસ્ત્રી સ્‍વતંત્રતાના હિમાયતી સર ભગવતસિંહજી એ તેમના માતા બાશ્રી મોંઘીબાસાહેબ ની યાદ માં બંધાવેલ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ હમણાં જ સરકાર શ્રી દ્વારા રિસ્‍ટોર થયેલ છે. તેની દિવાલ ઉપર આ બંને ભારત કી બેટીનું ચિત્ર એટલે સોને પે સુહાગા... સલામ છે કર્નલ સોફિયા કુરેશી ને....  સલામ છે વિગ કમાન્‍ડર વ્‍યોમિકા સિંઘ ને....સલામ છે સર ભગવત સિંહજી ની દુરંદેશીને.....સલામ છે  સાચા દેશ ભક્‍ત અને કલાકાર મુનીર બુખારીને....Gondal Above All. (તસવીર ભાવેશ ભોજાણી)

(11:32 AM IST)