તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Friday, 16th May 2025
કેશરીદેવસિંહ ‘સિંહ'ના આંગણેઃ વસ્તી ગણતરીમાં નિરીક્ષક તરીકે જોડાયા

વાંકાનેર, તા.૧૬: હાલ સાસર ગીર ખાતે રાજ્ય સરકાર દ્વારા સિંહોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હોય, જેમાં નિરીક્ષક તરીકે વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા જોડાયા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, સાસણ ગીર ખાતે સિંહની વસ્તી ગણતરીના નિરીક્ષક તરીકે જોડાઈને આ પ્રવાસમાં મેં વ્યક્તિગત રીતે ૮૧ સિંહોની ગણતરી કરી, મારા માટે આ ક્ષણ ચિરસ્મરણીય રહેશે. ગીરની આગવી ઓળખ એવા આપણા એશિયાઈ સાવજની ગણતરીમાં સામેલ થવાથી અત્યંત હર્ષ અને ગૌરવની અનુભૂતિ કરું છું. પ્રતિ પાંચ વર્ષે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સિંહની વસ્તીનો અંદાજ લેવામાં આવે છે. ૧૬મી સિંહ વસ્તી ગણતરી - ૨૦૨૫ અંતર્ગત હાલ રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકા વિસ્તારમાં ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી અને સ્થાનિક લોકો અને અગ્રણીઓની ભાગીદારીથી એશિયાઈ સિંહોની ગણતરી કરવામાં આવી રહી છે. (તસ્વીર-અહેવાલઃ લિતેષ ચંદારાણા, વાંકાનેર) (રર.૭)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
