તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 16th May 2025
જામનગરનાં રાણાસરની ધાર સીમ વિસ્તારમાં સમાધાન માટે બોલાવીને ૭૦ વર્ષના જેતાભાઇ કરંગીયાની હત્યા :જુઓ વિડિઓ

જામનગરના લાલપુરના નાદુરીમા કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખુની ખેલમા જેતાભાઈ ભીખાભાઈ કરગીયાની હત્યા કરનાર ખીમા કરંગિયા ઝડપાયો : જામનગર:લાલપુરના નાદુરી ગામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો.ખેતરના રસ્તા પર આવેલ બાવળ વિવાદમાં લોહિયાળ બન્યો હતો.બંને ખેતરના સયુંકત રસ્તા પર ઉભેલ બાવળ કાપવા બાબતે પાડોશી ખેડૂત સાથે બોલાચાલી થઈ હતી.બે દિવસ પૂર્વે બંને પક્ષે ઝઘડો થયો હતો.આરોપીઓએ વૃદ્ધને સમાધાન માટે બોલાવી હુમલો
કર્યો હતો.ધારદાર સળિયાથી હુમલો કરી 70 વર્ષીય ખેડૂત જેતાભાઈ ભીખાભાઈ કરગીયાની હત્યા કરી હતી.
ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલ વૃદ્ધનુ સારવાર દરમિયાન મોટ થતા બનાવ હત્યામા પલટાયો છે.ખીમા કરંગિયા નામના આરોપીને લાલપુર પોલીસે પકડી પાડયો છે.
(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(મુકંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬ : લાલપુર પોલીસ સ્ટેશનમાં નગાભાઈ જેતાભાઈ કરંગીયા, ઉ.વ.૩૯, રે. રાણાસરનીધાર સીમ વિસ્તાર, તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-પ-ર૦રપના ફરીયાદી નગાભાઈ તથા આરોપી ખીમાભાઈ લખમણભાઈ કરંગીયા ની ખેતીની જમીન આજુબાજુમા આવેલ હોય અને ખેતીની જમીન આવવા-જવાના સંયુકત રસ્તે એક બાવળનું ઝાડ વચ્ચે નડતુ હોય જે કપાવવા બાબતે આજથી બે દિવસ અગાઉ આરોપી ખીમાભાઈ સાથે ઝઘડો થયેલ હોય જે વાતનો ખાર રાખી આરોપી ખીમાભાઈ નાંદુરી રાણસારનીધાર સીમ વિસ્તારમાં તેની વાડી તથા ફરીયાદી નગાભાઈની વાડી જતા સંયુકત રસ્તે આરોપી ખીમાભાઈએ ફરીયાદી નગાભાઈના પિતા જેતાભાઈ ભીખાભાઈ કરંગીયા, ઉ.વ.૭૦ વાળાને તેઓની વાડીના સંયુકત રસ્તે સમાધાન માટે બોલાવેલ ત્યા આરોપી ખીમાભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ત્યાં પડેલ ખેતીના નીંદણીએ લગાવેલ ધારદાર સળીયા વડે મરણજનાર જેતાભાઈ ભીખાભાઈ કરંગીયા ને માથાના પાછળના ભાગે ગંભીર જીવલેણ ઘા મારી તેમનું સારવાર દરમ્યાન મોત નિપજાવી જામનગર જિલ્લા હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
છેતરપીંડી કર્યાની રજાક સોપારી સામે ફરીયાદ
જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગંગાભાઈ ઠેબાભાઈ કોડીયાતર, ઉ.વ.૩૪, રે. ફટાણા ગામ, ગૌ શાળાની બાજુમાં તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ રઝાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા, અમીન નોતીયા, રામ ભીમશી નંદાણીયા એ ફરીયાદી ગંગાભાઈને તેઓના મોટા મોટા કોન્ટ્રાકટો ચાલુ છે અને તમારા આ ટ્રકો તે કોન્ટ્રકટમાં રાખી દઈશ અને તમોને ભાડા પેટે દરેક ટ્રક એક લાખ જેટલા અપાવીશ અને ટ્રકો નો તમામ મેઈનટેનન્સનો પણ ખર્ચો કરાવી આપશુ તેવા વિશ્વાસ આપી ફરીયાદી ગંગાભાઈ ના કુલ બાર ટ્રકો પૈકી ત્રણ ટ્રકો જી.જે. રપ યુ-પ૯૩૩ તથા જી.જે.-૩૬ એકસ-૮૧૩ર અને જી.જે.-૩૬ એકસ-૮૧ર૩ તથા એક સ્કોપીયો જી.જે.રપ-એએ-૯૧૮૪ ની પરત નહી આપી તેની સાથે હોડી(ટગ) ના ધંધામાં આપેલ રૂ.૧પ,૦૦,૦૦૦/- ની અવાર નવાર ઉઘરાણી તેઓ પાસેથી કરતા આરોપીઓ ટ્રકો કે નકકી કરેલ ભાડાની રકમ તેમજ હોડી(ટગ) ના ધંધામાં આપેલ રૂપિયા ૧પ,૦૦,૦૦૦/- પરત નહી આપી ફરીયાદી ગંગાભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કરેલ છે.
હાર્ટએટેકથી વૃધ્ધનું મોત
જામનગર : કાલાવડ તાલુકાના નાની વાડી ગામે નીતેષભાઈ ગોવિંદભાઈ મુળછા, ઉ.વ.૪૩ એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-પ-ર૦રપના મરણજનાર ગોવિંદભાઈ ગોપાલભાઈ મુળછા, ઉ.વ.૭ર વાળા કાલાવડ નવા માર્કેટીંગ યાર્ડ ગોવિંદભાઈ ગોપાલભાઈ પટેલ એન્ડ નામની પોતાની દુકાને તાળુ મારતા હોય ત્યારે અચાનક બેભાન થઈ પડી જતા સારવારમાં લઈ જતા હાર્ટએટેક આવવાથી મરણ થયેલ છે.(૨૩.૧૬)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
