News of Friday, 16th May 2025
સૌરાષ્ટ્રમાં ચોમાસા પહેલા વધુ એક વરસાદી રાઉન્ડ સપ્તાહ બાદ વરસી શકે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧૬ : ગુજરાતમાં નૈઋત્યનું ખરૂ ચોમાસુ આવવાને હજુ ખાસ્સો સમય બાકી છે હાલ ગરમીની તિવ્રતા આઇએમડીએ જણાવેલ છે તે મુજબ ક્રમશઃ વધી રહી છે. આજથી ગુજરાત પરથી હવામાન વિભાગે એલર્ટ હટાવી લીધેલ છે. તેમ છતા વાતાવરણમાં ભેજ અને અતિ ગરમીને પગલે રાજયમાં કયાંક છુટો છવાયો વરસાદી માહોલ બપોર બાદ સંભવી શકે ખરો.સ્કાયમેટના મહેશ પલાવત તેમજ ભુતકાળમાં સકાયમેટ સાથે જોડાયેલા રહેલા અને હાલ પોતાની વેધર ચેનલ ચલાવતા દેવેન્દ્ર ત્રિપાઠી હાલ ગુજરાતમાં ગરમી વધતી રહેવાની જ આગાહીમાં જણાવે છે.
આઇએમડીની ટેનડેઝ ફોરકાસ્ટના મોડેલ મેપમાં આગામી રપ મીથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ અરબ સાગરમાં બનનારી સીસ્ટમને પગલે શકય બને તેવું દર્શાવે છે. અર્થાત ગુજરાત ખાસ કરી સૌરાષ્ટ્રમાં ચોમાસા પહેલા વધુ એક કમોસમી માવઠા રૂપી વરસાદી રાઉન્ડ સપ્તાહ બાદ વરસી શકવાની સંભાવના રહે છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
