યે હો કયા રહા હૈ ? ભાજપે ભારે કરી : કોંગ્રેસ - ઓવૈસી સાથે ગઠબંધન : કદી કોઇએ વિચાર્યુ પણ ન હોય તેવું મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં થઇ રહયું છે : અજબ ગજબના ખેલ : રાજકીય ટવીસ્ટ ઉપર ટવીસ્ટ : અંબરનાથમાં એકનાથ શિંદે સાથે ‘ખેલા' : ભાજપ - કોંગ્રેસે હાથ મિલાવ્યા : શિંદેની શિવસેના વિપક્ષની પાટલીએ બેસશે : અકોટમાં ઔવેસીના પક્ષ સાથે ભાજપનું ગઠબંધન : ભાજપના તકવાદી રાજકારણથી સૌ ચોંકયા3:12 PM IST
ધાર્મિક સ્થળનું દબાણ હટાવાતા પથ્થરમારો : અશ્રુવાયુ : દિલ્હીમાં મોડી રાત્રે તુર્કમાન ગેટ વિસ્તારમાં સરકારી બુલડોઝર ધણધણ્યા : ૫૦ બુલડોઝર, ૭૦ ડમ્પર, ૧૫૦ કર્મચારીઓ અને ૧ હજાર જેટલા પોલીસની કાર્યવાહી : ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરતા પોલીસે અશ્રુવાયુ છોડયો : ૧૦ જેટલા પોલીસને ઇજા : ૧૦ની અટકાયત11:21 AM IST
મોદી સરકારનું 'બજેટ ક્લીન-અપ': સેંકડો સરકારી યોજનાઓ પર ચાલશે કાતર : ડુપ્લિકેશન રોકવા અને ખર્ચ ઘટાડવા મંત્રાલયોને અપાયું અલ્ટીમેટમ : 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા નાણા મંત્રાલયે સરકારી તિજોરી પરનો બોજ ઘટાડવા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કમર કસી : સેંકડો બિનજરૂરી કે એકસરખી જણાતી યોજનાઓને મર્જ કરવા અથવા કાયમી ધોરણે તાળાબંધી કરવા માટે માર્ચ સુધીની ડેડલાઈન ફિક્સ કરવામાં આવી 11:22 PM IST
ઝોમેટો-બ્લિંકિટની પેરેન્ટ કંપની પર GST ની ગાજ: પશ્ચિમ બંગાળ સરકારે ફટકારી ₹3.7 કરોડની ડિમાન્ડ નોટિસ : ટેક્સના ગૂંચવાડામાં ફસાઈ 'ઈટરનલ' : ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી માર્કેટમાં રાજ કરતી ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની 'ઈટરનલ' (Eternal) ની મુશ્કેલીમાં વધારો : વર્ષ 2019-20 ના જૂના ટેક્સ મામલે પશ્ચિમ બંગાળના ટેક્સ વિભાગે અધધ ₹3.7 કરોડની રિકવરી નોટિસ પાઠવતા કોર્પોરેટ જગતમાં ચર્ચા જાગી 11:22 PM IST
હોસ્પિટલ કે 'મોતનો અડ્ડો'? લખનૌની એરા મેડિકલ કોલેજમાં ડૉક્ટરોની પાપલીલા : મહિલાના પેટમાં અઢી વર્ષ સુધી કાતર જેવું સાધન ભુલાઈ ગયું : 15 ડૉક્ટરો પર કેસ : જેને ભગવાનનું રૂપ માનવામાં આવે છે તેવા ડૉક્ટરોએ જ માનવતાને શરમાવે તેવું કૃત્ય : એક મહિલાના પેટમાં ઓપરેશન દરમિયાન સર્જિકલ સાધન ભૂલી જનારા અને અઢી વર્ષ સુધી ખોટી દવાઓ આપી લાખો રૂપિયા ખંખેરનારા 15 ડૉક્ટરો સામે હત્યાના પ્રયાસ અને છેતરપિંડીનો ગુનો નોંધાયો 11:21 PM IST
EPFO માં આવશે મોટો બદલાવ: 11 વર્ષ પછી 'પગાર મર્યાદા' વધારવા સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ : કર્મચારીઓના પેન્શનમાં થશે તોતિંગ વધારો : વર્ષ 2014 થી જે ઘડિયાળના કાંટા ₹15,000 પર અટકી ગયા હતા, તેને હવે સુપ્રીમ કોર્ટે ફાસ્ટ ટ્રેક પર મૂકી દીધા : સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ફુગાવા અને વધતા લઘુત્તમ વેતનને ધ્યાનમાં રાખીને 4 મહિનામાં નવી પગાર મર્યાદા નક્કી કરો11:20 PM IST
ઈન્ટરનેટ વગર મોબાઈલ પર ચાલશે લાઈવ ટીવી: દેશમાં 'D2M' ટેકનોલોજીનું સફળ પરીક્ષણ : પણ Jio-Airtel જેવી કંપનીઓના જીવ કેમ અધ્ધર થયા? : દેશમાં મનોરંજન અને માહિતીના પ્રસારણમાં એક નવો ઈતિહાસ લખાવવા જઈ રહ્યો છે : જ્યાં હવે તમારે મોબાઈલ પર લાઈવ ન્યૂઝ કે મેચ જોવા માટે મોંઘા ડેટા પેકની જરૂર નહીં પડે : પ્રસાર ભારતીએ IIT કાનપુર સાથે મળીને ડાયરેક્ટ-ટુ-મોબાઈલ (D2M) ટેકનોલોજીનું પરીક્ષણ પૂર્ણ કર્યું 11:19 PM IST
ટેક જગતમાં મહા-મર્જરનો ધમાકો: Realme અને OnePlus હવે Oppo ના 'સૈનિકો' બનશે : સ્માર્ટફોન માર્કેટમાં નવા યુગનો પ્રારંભ : દુનિયાભરમાં ધૂમ મચાવતી ત્રણ દિગ્ગજ કંપનીઓ હવે એક જ છત્ર નીચે આવશે: ઓપ્પોએ તેના બિઝનેસ સ્ટ્રક્ચરને ધારદાર બનાવવા માટે રિયલમી અને વનપ્લસને પોતાની સબ-બ્રાન્ડ તરીકે સ્વીકારી લીધી : જેનાથી રિસર્ચથી લઈને સર્વિસ સેન્ટર સુધી બધું જ એકીકૃત થશે અને યુઝર્સને હવે 'થ્રી-ઇન-વન' જેવો અનુભવ 11:19 PM IST
કઠુઆના જંગલોમાં ખેલાયો લોહિયાળ જંગ: આતંકવાદીઓ અને સેના વચ્ચે સામસામે ગોળીબાર : ગાઢ નાલા વિસ્તારમાં ઘેરાબંધી તેજ : સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ અને લોખંડી સુરક્ષા : જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોળવાના આતંકી મનસૂબા પર સુરક્ષા દળોએ ફરી એકવાર પાણી ફેરવ્યું : જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો : આખા વિસ્તારને ચારેબાજુથી સીલ કરી દેવામાં આવ્યો 11:18 PM IST
અમેરિકી એમ્બેસીની 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક': ભૂલથી પણ કાયદો તોડ્યો તો વિઝા સીધા કેન્સલ: વિદ્યાર્થીઓ પર દેશનિકાલની લટકતી તલવાર : અમેરિકામાં ભણવા માંગતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર ભારતમાં સ્થિત યુએસ એમ્બેસીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિઝા એ કોઈ 'અધિકાર' નથી પણ એક 'વિશેષાધિકાર' છે, અને જો કોઈ વિદ્યાર્થી નાની અમથી કાનૂની ભૂલ પણ કરશે તો તેને તાત્કાલિક ભારત પરત મોકલી દેવામાં આવશે 11:17 PM IST
વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે 'મોદી-નેતન્યાહૂ'ની મેગા ટૉક: વેનેઝુએલામાં અમેરિકી હુમલાથી મચેલા હાહાકાર વચ્ચે ઈઝરાયલે ભારત પાસે માંગી મદદ? : દુનિયા જ્યારે વેનેઝુએલામાં અમેરિકાના લશ્કરી હસ્તક્ષેપ અને રાષ્ટ્રપતિને બંધક બનાવવાની ઘટનાથી સ્તબ્ધ : ત્યારે નેતન્યાહૂએ પીએમ મોદીને ફોન કરીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું : બંને નેતાઓએ નવા વર્ષની શુભેચ્છાઓની સાથે આતંકવાદના સફાયા અને ગાઝા શાંતિ યોજના પર અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક મંત્રણા કરી 11:17 PM IST
પાકિસ્તાની જનરલ બેતુકા બોલ : "મજા ન આવે તો પૈસા પાછા" કહી ભારતને આપી ધમકી: ISI હવે નિર્દોષ ભારતીય બાળકોને બનાવી રહી છે જાસૂસ : પડોશી દેશ પાકિસ્તાન પોતાની આંતરિક કંગાળી અને અફઘાનિસ્તાન સાથેના સરહદી વિવાદથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ફરી 'ભારત કાર્ડ' ખેલી રહ્યું છે : મહિલા પત્રકારને આંખ મારવા બદલ બદનામ થયેલા જનરલ અહેમદ શરીફ ચૌધરીએ સડકછાપ ભાષામાં ભારતને લલકાર્યું11:17 PM IST
ટ્રમ્પનો 'ટેરિફ ટોર્નેડો': ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનની મજાક ઉડાવતા કહ્યું - "ધમકી આપતા જ મેક્રોન ગભરાઈ ગયા અને બોલ્યા, પ્લીઝ જનતાને આ ન કહેતા!" : વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે ફરી એકવાર પોતાની 'આક્રમક સોદાબાજી'ની શૈલીથી વિશ્વના નેતાઓમાં ફફડાટ ફેલાવ્યો : મેક્રોન સાથેની ગુપ્ત વાતચીતનો જાહેરમાં ખુલાસો કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે માત્ર એક ટેરિફની ધમકીથી ફ્રાન્સ નમી ગયું અને અમેરિકાના ફાયદા માટે પોતાની દવાઓના ભાવ વધારવા મજબૂર થયું 11:18 PM IST
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો: ભાજપ સાથે 'ગુપ્ત સેટિંગ' કરનારા અંબરનાથના પ્રમુખ પ્રદીપ પાટીલ દૂધમાંથી માખણની જેમ ફેંકાયા : આખેઆખી સમિતિ વિખેરી નખાઈ : મહારાષ્ટ્રમાં ચૂંટણીના રણશિંગા વાગી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસમાં આંતરિક વિસ્ફોટ થયો : અંબરનાથ બ્લોક પ્રમુખે પક્ષને અંધારામાં રાખીને ભાજપ સાથે હાથ મિલાવતા હાઈકમાન્ડે ગાજવીજ સાથે કાર્યવાહી કરી : જેમાં પ્રદીપ પાટીલને સસ્પેન્ડ કરવાની સાથે સમગ્ર કારોબારીને બરખાસ્ત કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને સીધો અને કડક સંદેશ પાઠવ્યો 11:16 PM IST
દિલ્હી રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટનો સપાટો: શિફા-ઉર-રહેમાન સહિત 4 આરોપીઓને જામીન : ઉમર ખાલિદના મુદ્દે ઓવૈસીના આકરા પ્રહાર : વર્ષ 2020 ના દિલ્હી રમખાણોના મોટા કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટે માનવ અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાને પ્રાધાન્ય આપતા શિફા-ઉર-રહેમાન, મીરાં હૈદર, મોહમ્મદ સલીમ ખાન અને ગુલ્ફીશા ફાતિમાને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો 11:16 PM IST
શેરીના કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: "કૂતરો ક્યારે કરડશે તે કોઈ જાણી શકે નહીં: નિયમો નેવે મૂકનારા રાજ્યો સામે થશે કડક એક્શન": : દેશભરમાં રખડતા કૂતરાઓના વધતા હુમલાઓ અને તેનાથી થતા માર્ગ અકસ્માતો અંગે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે માનવ જીવની સુરક્ષા સર્વોપરી છે: કોર્ટે રસીકરણ અને નસબંધીના નિયમોનું પાલન ન કરનારા રાજ્યોને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી 11:15 PM IST
UAE માં 'કોર્પોરેટ નાગરિકતા'નો નવો અધ્યાય: વિદેશી કંપનીઓ હવે કહેવાશે 'અમીરાતી' : શું ભારતીય વેપારી સામ્રાજ્ય માટે ખુલશે કુબેરના ભંડાર? : ગલ્ફ દેશોમાં બિઝનેસ કરવાના નિયમોમાં ઐતિહાસિક પલટો આવતા હવે UAE માં સ્થાયી થયેલી ભારતીય કંપનીઓને સત્તાવાર રાષ્ટ્રીયતાનો દરજ્જો મળશે : માલિકોને નાગરિકતા નહીં મળે પરંતુ કંપનીઓને ટેક્સ મુક્તિ, વૈશ્વિક વેપાર કરારો અને 'મેડ ઇન UAE' ના ટેગ સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં સિંહફાળો મેળવવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે11:15 PM IST
દેશની આર્થિક વ્યવસ્થા અડગ : વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે નાણાકીય વર્ષ 2026 માં 7.4% ના અણનમ વિકાસ દરનો વિસ્ફોટક અંદાજ : વિશ્વના મોટા અર્થતંત્રો જ્યારે હાંફી રહ્યા છે, ત્યારે ભારતે 7.4% ના વિકાસ દર સાથે પોતાની આગવી મજબૂતી સાબિત કરી છે : ઉત્પાદન, બાંધકામ અને મજબૂત સ્થાનિક માંગના આધારે ભારતીય અર્થતંત્ર 'રોકેટ ગતિ' એ આગળ વધવા માટે સજ્જ : જેની સીધી અસર આગામી બજેટ અને શેરબજાર પર જોવા મળી રહી છે.11:08 PM IST
ભારત-અમેરિકા વેપાર સોદા પર લટકતી તલવાર: ૩૧ જાન્યુઆરી સુધીમાં કરાર નહીં થાય તો નિકાસકારોને લાગશે મોટો 'ઝટકો', હજારો ઓર્ડર ચીન-બાંગ્લાદેશ તરફ સરકવાની ભીતિ : નિકાસકારો માટે અસ્તિત્વનો જંગ: ફૂટવેર, ટેક્સટાઇલ અને ચામડા ઉદ્યોગ પર અનિશ્ચિતતાના વાદળો; જો અમેરિકા સાથે ડીલ ફાઈનલ નહીં થાય તો લાખો કામદારોની રોજીરોટી પર સંકટ8:48 PM IST
દિલ્હીમાં અડધી રાત્રે 'બુલડોઝર' ગર્જ્યું: તુર્કમાન ગેટ પાસે હિંસક અથડામણ અને પથ્થરમારો, જાણો કોની જમીન પર ચાલ્યા MCD ના ૨૦ બુલડોઝર? : રામલીલા મેદાનના અતિક્રમણ પર હાઈકોર્ટનો હથોડો; મસ્જિદ સુરક્ષિત પણ આસપાસના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત, પોલીસ અને ઉશ્કેરાયેલા ટોળા વચ્ચે ઘર્ષણમાં અનેક જવાનો ઘાયલ8:47 PM IST
"ભારત હવે રમતગમતનો પણ વિશ્વગુરુ": ક્રિકેટના ત્રિવેણી સંગમ પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ગદગદ; કહ્યું- ભારત હવે 'ફર્સ્ટ વર્લ્ડ નેશન' છે : પુરુષ, મહિલા અને અંધ ક્રિકેટ ટીમ ત્રણેય એક જ વર્ષમાં બન્યા 'વર્લ્ડ ચેમ્પિયન'; બિગ બીએ બ્લોગ દ્વારા દેશની અપ્રતિમ પ્રતિભાને સલામ કરી, 'કલ્કી ૨' ના શૂટિંગ વચ્ચે વ્યક્ત કર્યું ગૌરવ8:41 PM IST
રોકાણકારો સાવધાન! જુબિલન્ટ ફૂડવર્ક્સ અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં મોટા ઘટાડાના સંકેત; દિગ્ગજ બ્રોકરેજ ફર્મ્સના રિપોર્ટે વધારી ચિંતા : માત્ર 'બ્રાન્ડ નેમ' જોઈને રોકાણ કરતા પહેલા દસ વાર વિચારજો: ડોમિનોઝ પિઝાના વેચાણમાં સુસ્તી અને બેંકની લોન વિતરણમાં ૧૩% નો મોટો ઘટાડો; જાણો શું કહે છે નિષ્ણાતો8:44 PM IST
દિલ્હી વિધાનસભામાં 'શહીદ'ના અપમાન પર સંગ્રામ: સીએમ રેખા ગુપ્તાના નિવેદનથી રાજકીય તોફાન, AAP એ વીડિયો શેર કરી શહીદ ભગત સિંહના અપમાનનો લગાવ્યો આરોપ : ઇતિહાસ સાથે છેડછાડ કે વાણી વિલાસ? મુખ્યમંત્રીના વિવાદાસ્પદ સંબોધન બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું; 'આપ' અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ અને સદસ્યતા રદ કરવાની માંગ સાથે હંગામો8:39 PM IST
હોલીવુડમાં મહાસંગ્રામ: વોર્નર બ્રધર્સે પેરામાઉન્ટની $108 બિલિયનની બિડ ફગાવી, નેટફ્લિક્સ સાથે હાથ મિલાવવાની તૈયારી : "દેવાના ડુંગર નીચે દબાઈ જવાનું જોખમ": પેરામાઉન્ટની ઓફરને વોર્નર બ્રધર્સે 'જોખમી' ગણાવી; હેરી પોટર, ગેમ ઓફ થ્રોન્સ અને DC યુનિવર્સના માલિકી હક માટે વિશ્વની દિગ્ગજ કંપનીઓ વચ્ચે ખરાખરીનો જંગ7:27 PM IST
ધ્રોલ પંથક ‘હનુમાનદાદામય': હરીપર ગામે ગોરડીયા હનુમાનજી મંદિરના ૧.૫૦ કરોડના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન : મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિઃ આહુતિઓથી પવિત્ર થયું હરીપરનું વાતાવરણ : ભક્તિ, શક્તિ અને સેવાનો અદભૂત ત્રિવેણી સંગમઃ ૩૦ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ લીધો, ૫૦૭ બોટલ રક્ત એકત્ર કરી માનવતા મહેકાવી : નૂતન મંદિરના જીર્ણોદધાર નિમિત્તે યોજાયેલા ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિખર પૂજન અને સહ મહારૂદ્ર યજ્ઞમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ઉદ્યોગપતિઓ સહિત સમાજના ભામાશાઓએ ગોરડીયા હનુમાન દાદાના દર્શનનો લ્હાવો લીધો11:57 AM IST
ભારત-યુરોપીયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે તુરતમાં મળશે ખુશખબરીઃ થશે હસ્તાક્ષર : અમેરિકાએ એક દરવાજો બંધ થતાં ભારત માટે અનેક દરવાજા ખુલશે : મહિનાઓની મંત્રણા બાદ ભારત અને યુરોપ વચ્ચે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' સફળતાના આરેઃ ભારતીય નિકાસકારો અને ઉદ્યોગો માટે યુરોપના દ્વાર ખૂલશેઃ ન્યુઝ ફર્સ્ટ3:45 PM IST
યુરોપમાં ભારે બરફવર્ષાથી જનજીવન ઠપઃ ૫નાં મોત : ફ્રાન્સ, બ્રિટન, નેધરલેન્ડ, ઇટાલી સહિતના યુરોપના દેશોમાં ભારે બરફવર્ષા અને કાતિલ ઠંડી : રેલ, માર્ગ અને હવાઈ મુસાફરી ખોરવાઈઃ સેંકડો ફલાઇટ્સ રદ થતાં મુસાફરો ફસાયાઃ ફ્રાન્સનાં છ એરપોર્ટ બંધ, નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં રેલવે વ્યવહાર ખોરવાયો10:27 AM IST
ભારત-પાક. વચ્ચે દુશ્મનાવટનો અંત લાવવાની ઇચ્છા રાજદ્રોહ નથી : હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાથી ગુનો બનતો નથી, સિવાય કે એ સાબિત થાય કે આરોપીએ સરકાર પ્રત્યે કોઈ અસંતોષ રાખ્યો હતો : આરોપી, અભિષેક સિહ ભારદ્વાજને સોશિયલ મીડિયા પર પ્રતિબંધિત સામગ્રી પોસ્ટ કરવા બદલ જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે શોધી કાઢ્યું કે આરોપીએ દુશ્મનાવટની ટીકા કરી હતી અને તમામ ધર્મોના લોકોને સાથે રહેવાનું આહ્વાન કર્યું હતું10:38 AM IST
વીમા કલેમ પાસ કરાવવાનું લોઢાના ચણા ચાવવા જેવું : ભારતીય વીમા બજારમાં ૨૦૨૪-૨૫માં કલેમ ન મળવાની ફરિયાદો ઝડપથી વધીઃ સામાન્ય અને સ્વાસ્થ્ય વીમામાં ૪૪% ફરિયાદો વધી : વીમા કંપનીઓના વધતા પ્રીમીયમ અને લાંબી પ્રક્રિયાથી ગ્રાહકો પરેશાનઃ શરતો-નિયમોના કારણો આપી મોટા પાયે કલેમ રદ કરી રહી છે કંપનીઓ11:43 AM IST
ગ્રીનલેન્ડ પર અમેરિકા લશ્કરી ચડાઈ કરવા નથી માંગતું, પરંતુ ખરીદી લેવા માંગે છે: વિદેશ મંત્રી માર્કો રુબિયો : વ્હાઇટ હાઉસે ગ્રીનલેન્ડને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનું ગણાવ્યું: સેનેટરો સાથેની બેઠકમાં વિદેશ મંત્રીની સ્પષ્ટતા : ચીન અને રશિયાની ગતિવિધિઓને રોકવા અમેરિકા ગ્રીનલેન્ડને પોતાનું બનાવવા માંગે છે: ૨૦૨૬ માં ફરીથી ગ્રીનલેન્ડનો મુદ્દો ગરમાયો10:11 AM IST
પાકિસ્તાનનો 'સરન્ડર' પ્લાન: ઓપરેશન સિંદૂર રોકવા અમેરિકામાં 60 થી વધુ ગુપ્ત બેઠકો અને 45 કરોડની લોબિંગ : ટ્રમ્પને નોબેલ અપાવવાની લાલચ આપી : પાકિસ્તાનનો ભારત પ્રત્યેનો ડર અને અમેરિકા સામે ઘૂંટણિયે પડવાની આદત ફરી એકવાર વૈશ્વિક સ્તરે છતી થઈ : યુએસ સરકારી દસ્તાવેજોના તાજેતરના ખુલાસાએ સાબિત કરી દીધું છે કે 'ઓપરેશન સિંદૂર'થી બચવા માટે પાકિસ્તાને કેવી રીતે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવ્યા અને ટ્રમ્પ પ્રશાસનને રીઝવવાના આટાપાટા કર્યા11:08 PM IST
અમેરિકાની બેવડી નીતિ પર પુતિન લાલઘૂમ: સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી વગર પશ્ચિમી દેશોએ અનેક દેશોમાં તબાહી મચાવી હોવાનો રશિયન પ્રેસિડેન્ટનો ગંભીર આક્ષેપ : પુતિને સવાલ ઉઠાવ્યો હતો કે, અમેરિકા અને તેના સાથી દેશોએ યુગોસ્લાવિયા, ઈરાક, લિબિયા અને સીરિયા પર હુમલા કર્યા ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદાઓ ક્યાં હતા: શું તેમને યુનોની મંજૂરી મળી’તી? પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પશ્ચિમી દેશો પોતાની મનમાની કરે છે અને તેને જ ‘આંતરરાષ્ટ્રીય કાયદો’ ગણાવે છે9:08 PM IST
ન્યૂયોર્ક કોર્ટમાં વ્હીલચેર અને પાટાપિંડી: અમેરિકી કસ્ટડીમાં વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસની દયનીય હાલત : પાંસળીઓમાં ફ્રેક્ચરની આશંકા : વેનેઝુએલાના પદભ્રષ્ટ શાસક નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો અને ઓપરેશનની પદ્ધતિ પર સવાલો ઉભા થયા 10:41 PM IST
મિશન મોડમાં નીતિશ કુમાર: મકરસંક્રાંતિ બાદ બિહારના ખૂણેખૂણે ગજવશે મુખ્યમંત્રી : 'પ્રગતિ યાત્રા'ના પ્રોજેક્ટ્સનું સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન અને લોકાર્પણનો ધમધમાટ : વહીવટી તંત્રમાં કસાકસ લાવવા અને વિકાસકાર્યોની જમીની હકીકત જાણવા માટે મુખ્યમંત્રીની આ મુલાકાતને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે : જેનો રોડમેપ હવે તૈયાર 10:42 PM IST
SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે ફેલાઈ રહી છે ખતરનાક 'APK ફાઈલ': એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ થઈ જશે સાફ : ડિજિટલ યુગમાં બેંકિંગ જેટલું સરળ બન્યું છે, તેટલું જ જોખમી પણ સાબિત થઈ રહ્યું છે : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને નિશાન બનાવીને સાયબર ઠગોએ હવે એક નવો પેંતરો રચ્યો10:43 PM IST
બાળકોના સ્વાસ્થ્ય માટે બ્રિટનનો માસ્ટરસ્ટ્રોક: રાત્રે 9 વાગ્યા પહેલા ટીવી પર જંક ફૂડની એડ્સ પર પ્રતિબંધ: ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ બિનઆરોગ્યપ્રદ ખોરાકની જાહેરાતો ગાયબ : બ્રિટન સરકારે આવનારી પેઢીને બીમારીઓથી બચાવવા માટે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું : જંક ફૂડની લલચામણી જાહેરાતો પર કાપ મૂકીને બાળકોને સ્થૂળતા અને દાંતના સડા જેવી ગંભીર સમસ્યાઓથી દૂર રાખવા માટેના કડક નિયમો હવે અમલી 10:44 PM IST
આતંકવાદી સંગઠન લશ્કરની નવી નાપાક ચાલ: બહાવલપુરથી 'ગઝવા-એ-હિંદ'નું એલાન: PM મોદીને ખુલ્લેઆમ ધમકી અને પાકિસ્તાની સેના સાથે હોવાના દાવા બાદ ભારતીય એજન્સીઓ હાઈ-એલર્ટ પર : પાકિસ્તાનમાં આતંકવાદીઓનો બેફામ પ્રચાર અને ભારતીય લોકશાહી સામેના ષડયંત્રો ફરી એકવાર સપાટી પર આવ્યા : લશ્કર-એ-તૈયબાના કમાન્ડર દ્વારા આપવામાં આવેલી ખુલ્લી ધમકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ફરીથી બેનકાબ કર્યો 10:45 PM IST
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: પ્રદૂષણ મુદ્દે CAQM ની આળસ પર લાલઘૂમ : 14 દિવસમાં નિષ્ણાતોની બેઠક બોલાવવા અને પ્રદૂષણના અસલી 'વિલન' શોધવા કડક નિર્દેશ : દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યાએ હવે કટોકટીનું સ્વરૂપ ધારણ કર્યું : સુપ્રીમ કોર્ટે આ મામલે સખત નારાજગી વ્યક્ત કરતા એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) ને બરાબરનું ખંખેર્યું10:58 PM IST
યમનનું સ્વર્ગ બન્યું પ્રવાસીઓ માટે 'કેદ': સોકોત્રા ટાપુ પર ફસાયેલા 600 મુસાફરો માટે આશાનું કિરણ : સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેના ભૌગોલિક તણાવને કારણે નવા વર્ષની ઉજવણી કરવા આવેલા સેંકડો વિદેશી સહેલાણીઓ અટવાયા: બુધવારથી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા જેદ્દાહ અને એડન મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા10:59 PM IST
અકિલા સોશ્યિલ મીડિયા૧૨મી સુધી ગુજરાતમાં ટાઢોડુઃ શુક્ર-શનિ તામિલનાડુમાં વરસાદ : દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર વેલમાર્ક લો પ્રેશર ડીપ્રેશનમાં પરીવર્તીત, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ જાય છેઃ તમિલનાડુ, કેરળમાં વરસાદ પડશે : વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૭ થી ૧૩ જાન્યુઆરી સુધીની આગાહીઃ આગાહીના મોટાભાગના દિવસોમાં ન્યુનત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછુ રહેશેઃ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાંથી ૮ થી ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ હાલ ન્યુનતમ નોર્મલ તાપમાન ૧૦ થી ૧૨.૫ ડીગ્રી ગણાય3:47 PM IST
સોમનાથના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ : સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વય: મંત્રી જીતુભાઈ વાઘાણી: ૧૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધારશે; ભવ્ય રોડ-શો અને જનસભાને સંબોધશે: ૭૨ કલાકનો અખંડ ઓમકાર નાદ, ૩૦૦૦ ડ્રોનનો મેગા શો અને ૧૦૮ અશ્વોની શૌર્ય યાત્રા બનશે આકર્ષણનું કેન્દ્ર7:34 PM IST
અમદાવાદના ગુલબાઈ ટેકરા સ્થિત પંકજ વિદ્યાલય કેમ્પસમાં ACBની સફળ ટ્રેપ :3 લાખ લેતા વચેટીયો વોચમેન ઝડપાયો : નિવૃત ઈન્ચાર્જ પ્રિન્સીપાલની પેન્શન અને GPF ફાઈલમાં સહી બદલ રૂ.5 લાખની લાંચ માંગી હતી: લાંચની રકમ ટ્રસ્ટીના કહેવાથી વર્ગ-4 વોચમેન મુરલી મનોહર ઝંડોલે સ્વીકારી: આરોપી ટ્રસ્ટી તિમિરભાઈ અમીન ફરાર 7:17 PM IST
સુરતમાં જાહેરમાં હત્યા કરનાર શખ્સને મહારાષ્ટ્રમાંથી ૨૩ વર્ષે સુરત ક્રાઈમ બ્રાન્ચ ઉઠાવી લાવી : વિધિની વક્રતા તો જુવોઃ મૂળ વતની ઉતર પ્રદેશઃ બે દશકા પહેલા જાહેરમાં હત્યા કરી સુરતમાં અને ડ્રાઈવર બની છુપાયો મહારાષ્ટ્રમાં, આમ છતાં તે ક્રાઇમ બ્રાન્ચના કાનૂની પંજાથી બચી ન શકયો જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના સીધા નેતળત્વ હેઠળની ટીમના પીઆઇ રઘુરાજસિંહ આઈ જાડેજા તથા સ્ટાફની કાબિલેદાદ કામગીરીથી અભિનંદન વર્ષા નો વોન્ટેડ ઇન સુરત, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું અભિયાન સફળતાના વિક્રમો સર્જવા તરફ દોટ મૂકી રહ્યું છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આરોપી મીરારોડ-કાશીમીરા વિસ્તારમાં ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને સામાન્ય જીવન જીવતો દેખાતો હતો, જેથી કોઈને તેની ભૂતકાળની ગુનાહિત ઓળખની શંકા ન થાય, ક્રાઈમ બ્રાન્ચે જૂના કેસોની સમીક્ષા દરમ્યાન આ હત્યાના કેસને ફરી સક્રિય કર્યો હતો3:50 PM IST
વિદેશ જવાની ઘેલછા... અમદાવાદ પાસપોર્ટ ઓફિસને દર બે મિનિટે મળી ત્રણ અરજી મળી : અમદાવાદ RPO માં રોજના ૭૫૦ પાસપોર્ટ પ્રોસેસ થયાઃ અમેરિકામાં ટ્રમ્પે વિઝા નિયમો કડક બનાવતા હવે ગુજરાતીઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશો તરફ વળ્યા : RPO પાસપોર્ટ તથા અન્ય સર્વિસ માટે ૨૦૨૫માં ૭.૬ લાખ અરજી મળી હતી. જોકે ૨૦૨૪ની તુલનામાં અરજીની સંખ્યામાં ઘટાડો થયો હતો. ૨૦૨૪માં RPOને ૭.૯ લાખ અરજી મળી હતી11:22 AM IST
કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેકટરી છે, ભ્રષ્ટાચારને બચાવવા માટે આંદોલન કરે છેઃ ભાજપ પ્રમુખ : મનરેગામાં ફેરફાર મુદે ભૂપેન્દ્રભાઇ અને જગદીશભાઇ વિશ્વકર્માના પ્રહારો પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદિશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં સામે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, મુખ્ય પ્રવકતા ડો. અનિલ પટેલ અને મીડિયા સંયોજક પ્રશાંત વાળા ઉપસ્થિત છે3:18 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ૪૧મા જન્મદિવસની રાજ્યભરમાં અનોખી ઉજવણી:વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરાશે : સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગની ઓપીડી તપાસ તથા તમામ નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી નિ:શુલ્ક કરાશે:નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર તથા સુરતના વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી થશે:અનાથ અને ગરીબ બાળકો માટે લાડુ, ચીકી, પતંગ, ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ અને નવા કપડાંનું વિતરણ કરાશે:ઉતરાયણ સંદર્ભે ટુ વ્હીલર પર જતા રાહદારીઓ માટે સેફટી ગાર્ડનું પણ વિતરણ કરાશે :સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન, ફૂટપાથ પર રહેતા શ્રમિકો માટે 'ભંડારા' અને નિઃશુલ્ક આહાર કેન્દ્રો પર મીઠાઈનું વિતરણ થશે: રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, સ્ટેશનરી વિતરણ, પોષણ કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે9:32 PM IST
રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના 41 કામો માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી 1078 કરોડ રૂપિયા મંજૂર થયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય માર્ગ પરિવહન-ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરમાં યોજેલી નવેમ્બર-25ની બેઠકની ફળશ્રુતિ:કુલ 564.57 કિલોમીટર લંબાઇમાં વાઈડનીંગ-સ્ટ્રેન્ધનીંગ-રીસર્ફેસિંગ અને સ્ટ્રક્ચરના વિવધ કામો હાથ ધરાશે: કનેક્ટિવિટી અને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનને વધુ વેગ મળશે – પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ પરિવહનમાં સરળતા થશે7:27 PM IST
સોલૈયા ગ્રામ પંચાયત ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાનને આપ્યો વેગ : સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી:રાજ્યપાલએ ગામના મુખ્ય રસ્તામાં સફાઈ કરીને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપી: રાજ્યપાલના હસ્તે ગામના સફાઈકર્મીઓનું સન્માન કરાયું 7:25 PM IST
સુરત એસઓજીનો સપાટો :પુણા વિસ્તારમાંથી ક્રિસ્ટલ મેકે ડ્રોન ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઇ : ત્રણ આરોપીની ધરપકડ : પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા સોલારિસ શોપિંગ સેન્ટરમાં ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરમાંથી ઝડપાઇ ફેક્ટરી : ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ કેમિકલ્સ અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત4:48 PM IST
સુરતમાંથી SOG દ્વારા ડ્રગ્સ ફેક્ટરી ઝડપી લેવાતા ભૂકંપ સર્જાયો : ફેક્ટરીમાંથી લાખોના મુદામાલ સાથે ટેકનીશ્યન બ્રિજેશ ભાલોદિયા ઝડપાયો, મુખ્ય માસ્ટર માઈન્ડ લંડનમાં અને ફિલિપાઈન્સથી ફાઈનાન્સ થતુ હોવાનું પ્રાથમિક તપાસમાં ધડાકોઃ અકિલા સાથે ઓપરેશન લીડ કરનાર પીઆઇ અશોક ચૌધરી સાથે વાતચીત NDPS ના ત્રણ આરોપીની ઉંડી તપાસ કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીને તપાસ સુપ્રત કરતા અધધ રકમના એમડી મેગેડોન ડ્રગ્સ ઝડપાયું3:51 PM IST
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગરમાં સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો કર્યો શુભારંભ : સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી મળશે સેવા : પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક : ભારતીય ડાક વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે ખાસ ઝુંબેશ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ4:01 PM IST
સ્વદેશીની સાથે મહિલા સશક્તીકરણને ઉજાગર કરતા ‘સશક્ત નારી મેળા’ : રાજ્યભરના ૩૧ જિલ્લાઓમાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. ૪ કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ : વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૩૦૦થી વધુ સ્ટોલની અંદાજે ૫ લાખથી વધુ નાગરીકોએ લીધી મુલાકાત : ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે ઉપલબ્ધ3:03 PM IST
ઝડપી નિર્ણય- તુરંત અમલ : ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આકસ્મિક મુલાકાત બાદ આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરાયા : વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી તકલીફોની રજૂઆત કરતા તાત્કાલિક અસરથી બોરસદ અને ડાકોર ની બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી4:30 PM IST
રાષ્ટ્રીય યુવા મહોત્સવ : વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026 : ‘વિકસિત ભારત @2047’ ના લક્ષ્યને સિદ્ધ કરવા યુવાશક્તિની ભૂમિકા નિર્ણાયક: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ અનોખી પહેલ દ્વારા દેશભરમાંથી પસંદ થયેલા અંદાજે ૩,૦૦૦ યુવાનોને રાષ્ટ્રીય મંચ પર પોતાના વિચાર, નવીનતા અને દૃષ્ટિકોણ રજૂ કરવાની તક મળશે. આ કાર્યક્રમ માત્ર સંવાદ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા છે : યુવાઓને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ4:50 PM IST
સંતોષ પાર્ક કોમ્યુનીટી હોલ-અરવિંદભાઇ મણીયાર હોલના તોતિંગ દર નકકીઃ કાલે ફેંસલો : કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ ૬૬ દરખાસ્ત : કોમ્યુનીટી હોલના રૂા. ૧૦ હજારથી પ૦ હજાર અને મણિયાર હોલના રૂા. ૮ હજારથી ૧ર હજાર સુચવ્યાઃ ૧પ૦ ફુટ રીંગ રોડ તથા જામનગર રોડ, જંકશન પાસે ભવ્ય એન્ટ્રી ગેઇટ બનાવવા, મીની ફાયર ફાયટર ખરીદવા હજુ ૧૮ વોર્ડમાં ટેન્કર મારફત પાણી વિતરણ કોન્ટ્રાકટર આપવા, ગત સ્ટેન્ડિંગમાં પેન્ડિંગ રહેલ સહિતના કામો અંગે નિર્ણય થશે3:34 PM IST
પાળતુ કુતરો અજાણ્યા શખ્સની પાછળ દોડતાં ટોળકી રચી સફાઇ કામદાર મહિલાના ઘર પર હુમલોઃ પથ્થરમારો : કટારીયા ચોકડી મોદીનગર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બનાવઃ મોઢે રૂમાલ બાંધી આવેલા શખ્સોની બઘડાટી : પાણી લેવા માટે ફળીયામાં આવી ગયેલા બાજુના વંડામાં કામ કરતાં શખ્સને કુતરાએ ઉજરડો પાડી દેતાં તેણે તેના માલિકોને જાણ કરીઃ કાવત્રુ ઘડી બીજા શખ્સોને બોલાવી હુમલો કરાવાયોઃ રામભાઇ, તુફાન, લાલુ અને છ અજાણ્યા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો : કુતરાને રસી મુકાવેલી હોઇ ઇન્જેકશન નહિ લેવું પડે તેમ સમજાવવા છતાં શખ્સ ઉશ્કેરાઇ ગયો3:14 PM IST
હર ઘર સ્વદેશી11:30 AM IST
ઇ-મેઇલમાં લખ્યું હતું- જો રીમોટ કામ નહિ કરે તો આત્મઘાતી હુમલાખોરોને કોર્ટમાં મોકલાશે! : રાજકોટ ડિસ્ટ્રિકટ કોર્ટને ઉડાવી દેવાની ધમકી અંગે ગુનો દાખલ ભુતપુર્વ એલટીટઇ સભ્યો અને કાશ્મીરના આઇએસકેપી સભ્યોએ કોર્ટને ટારગેટ કરી છે, ત્રણ જેટલા આરડીએક્સ ગોઠવી દેવાયા છે તેવો પણ ઉલ્લેખ હતોઃ યુનિવર્સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી3:47 PM IST
ગજાનન મહારાજ કી જય હો...3:03 PM IST
ઠંડી વધતા ગરમ કપડાની બજાર બની ગરમ...3:05 PM IST
પડકાર-સંવેદના અને કોમેડીઃ યુવા સપનાઓની ઊંચી ઉડાનઃ૧૬મીએ આવે છે ગુજરાતી ફિલ્મ ‘મોજે દરિયા' : સુપર ડુપર હિટ ફિલ્મ ‘ધુરંધર'માં નઇમ બલોચનું પાત્ર ભજવી જાણીતા બનેલા રાજકોટના યુવા કલાકાર હિતુલ પૂજારા, તક્ષ શાહે પત્રકાર પરિષદમાં જણાવી ફિલ્મ વિશેની રોચક-રસપ્રદ વાતો આ ફિલ્મ ‘ઝેન-જી' કલ્ચર અને સંઘર્ષને રજુ કરશેઃ ગુજરાત-મુંબઇના ૯૦ સિનેમાઘરોમાં થશે પ્રસારીતઃ સુભાષ ધઇ એક્ટીંગ સ્કૂલમાં સાથે ભણેલા મિત્રોએ બનાવી છે ફિલ્મઃ ડીલીવરી બોય મિત્રો પૈસાદાર થવા શરૂ કરે છે શેમ્પેઇનની બોટલોની ડીલીવરીઃ પછી મચે છે અફડા-તફડી ને સર્જાય છે ભરપુર કોમેડી બાળપણથી જ મને અભિયનમાં રસ પડવા માંડયો હતોઃ ૧૦મું ધોરણ પુરૂ કર્યા પછી વર્કશોપમાં જોડાયો અને અભિનયના પાઠ ભણ્યાઃ હિતુલ પુજારા અભિનય સ્કૂલમાં અમે સાથે ભણ્યા, હવે ફિલ્મ પણ સાથે મળીને બનાવીઃ તક્ષ શાહ રાજકોટનો યુવા અભિનેતા હિતુલ પુજારા3:09 PM IST
પીસીબીએ રૂા.૧.૯૦ લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે જયેશ ઉર્ફ જયુને પકડયો : સરકારી પ્રેસ રોડ પ્રભાત કોમ્પલેક્ષ પાસે દરોડોઃ એમપીથી જથ્થો લાવ્યાનું રટણ : પ્રભાસપાટણના શખ્સે પુછતાછમાં થાન વાવડીના સંજયનું નામ આપ્યું: પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ આર. કે. જાડેજા અને પી. બી. ત્રાજીયાની ટીમોની કાર્યવાહી : મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમી3:46 PM IST
આયુર્વેદ ડોકટરોના જ્ઞાનવર્ધન માટે પોડકાસ્ટ કાર્યક્રમો અને સીએમઇ વર્કશોપ હાથ ધરાશે : ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના પ્રમુખપદે સફળતમ ર વર્ષ પૂર્ણ કરનાર ડો. સંજય જીવરાજાનીએ આપ્યા નવા નિર્દેશો : આયુર્વેદ ડોકટરો અને તેમના પરિવારજનોને આવરી લેતી સોશિયલ સિકયુરીટી સ્કીમ અમલી બનાવાશે : જિલ્લા સ્તરે ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનો પણ વિચારણા હેઠળ : રાજયની આયુર્વેદ કોલેજોની મુલાકાત લઇ દીશા દર્શન-માર્ગદર્શન3:46 PM IST
સૌરાષ્ટ્ર વાયબ્રન્ટઃ વિકાસ-રોકાણ અને રોજગારનો ત્રિવેણી સંગમ.. : સૌરાષ્ટ્ર-કચ્છના આર્થિક-ઔદ્યોગિક વિકાસમાં માઇલ સ્ટોન સાબીત થશેઃ અનેક સેમીનારોઃ તડામાર તૈયારીઓ... : રાજકોટ VGRCમાં એન્જીનીયરીંગ, સિરામિકસ, પોટર્સ, લોજિસ્ટિકસ, ફિશરીશ, પેટ્રોકેમિકલ્સ ગ્રીનએનર્જી, સ્ટાર્ટઅટસ, ટુરીઝમ મુખ્ય ક્ષેત્રો12:06 PM IST
બેડી ગામે દુકાનમાં તોડફોડ કરી ધમાલ મચાવનાર દેવશી, શ્યામ અને કિશનની સરાજાહેર શાન ઠેકાણે લાવતી ક્રાઇમબ્રાંચ : ૧૬મી તારીખે નામચીન બાબુતર ભાઇઓની ટોળકીએ કાળા કલરની સ્કોર્પીયોમાં ધસી આવી પાઇપથી હુમલો કરી વિપુલ વડેચાનો હાથ ભાંગી નાખ્યો'તોઃ ખુનની કોશીષ અને રાયોટીંગનો ગુનો નોંધાયેલઃ રીમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજ3:16 PM IST
શહેરના અનેક મફતીયાપરાના લોકો છત છીનવાઇ જવાના ડરે રસ્તા પર ઉતરી આવ્યાઃ રેલી કાઢી કલેકટરને આવેદન : કલેકટર કચેરીમાં ર૦૦ લોકો ધસી આવ્યા : ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રામધૂન શહેર કોંગ્રેસની મુખ્યમંત્રીને સંબોધી રજૂઆત : મફતીયાપરા રેગ્યુલાઇઝ કરી આપવા માંગણી શહેર કોંગ્રેસે રેલી કાઢી સૂત્રોચ્ચાર-રામધૂમ સાથે કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે. 4:37 PM IST
બજારોમાં શેરડી- જીંજરાનો હોબેશ માલ ઠલવાયો 3:06 PM IST
ન્યારા સદ્ગુરૂદેવ ધ્યાન મંદિર ખાતે ચાલતી કથામાં રૂક્ષ્મણી વિવાહની ભવ્ય ઉજવણી કરાઇ : કથાવાચક મીરાબેન ભટ્ટની ભાવુક વાણીથી ભગવાન શ્રી કૃષ્ણના મથુરાગમનના ચરીત્ર વર્ણનથી ભકતગણોની આંખો ભીંજાઇઃ રાધાજીની જુદાનું આબેહુબ વર્ણન : શ્યામસુંદરદાસજી મહારાજથી મધુરવાણીની ગુરૂભકતો દ્વારા ભકિતમય વાતાવરણ સર્જાયું3:30 PM IST
સોમનાથ સ્વાભિમાન પર્વ : સોમનાથ મંદિરનું પુનઃનિર્માણએ વિનાશના પ્રયાસ પર નિર્માણના વિજયની ગાથા : સરદારના લોખંડી સંકલ્પ અને પ્રેરણાથી લોક ફાળાથી પુનઃ નિર્મિત થયું : સરદારે જન્મદિવસની ઉજવણી પ્રસંગે અન્ય ખર્ચ ન કરવા અને સોમનાથ મંદિર માટે ભંડોળ એકત્ર કરવાની ટહેલ નાખી હતી:સોમનાથ મંદિરના વૈભવ પર અનેકોવખત વિદેશી આક્રાંતાઓએ કરડી નજર કરી, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનારૂપ સોમનાથને બચાવવા માટે જ્ઞાતિજાતિના ભેદભાવ વગર સ્થાનિક રાજવંશો અને લોકો બહાદુરીથી લડ્યા હતા: મુશ્કેલીઓ - પડકારો વચ્ચે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે પ્રતિબદ્ધતા આજે પ્રેરણારૂપ: સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને ઇતિહાસની રસપ્રદ વાત કરે છે ઇતિહાસકાર ડો. વિશાલ જોશી8:13 PM IST
આટકોટ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા મહિલાને ઇજા12:26 PM IST
જામનગરની ઠેબા ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ-૨૪૬ તથા કાર મળી રૂ. ૪,૭૫,૬૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી. : યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા ઉવ.૩૨ રહે. જામનગર,મચ્છરનગર ગંગેશ્વર મંદિર પાસેની ધરપકડ : હિતેન્દ્રસિંહ ઉર્ફે વેલ્ડીંગ વિક્રમસિંહ વાળા રહે. પુનીતનગર જામનગર અને ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહીમ મસીયાર રહે. જામનગરની શોધખોળ3:07 PM IST
જુનાગઢ મહાનગર ભાજપાની બેઠક મળી1:26 PM IST
કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો, કોંગ્રેસને રામનું નામ, ગામમાં થતો વિકાસ અને છેવાડાના માનવીને કામ મળે તે ગમતું નથી. : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગત 11 વર્ષના કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણયમાં લોકહિત કેન્દ્રસ્થાને રહ્યુ છે: VB-G RAM-G લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે:.વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 અંગે ભાજપ જામનગર શહેર / જિલ્લા ની પત્રકાર પરિષદ યોજાઈ10:53 PM IST
ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગર અને સાતેક માસથી સંગઠીત ગુન્હાહિત ગેંગના લીડર ઇનામી વોન્ટેડ આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાની અટકાયત કરતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ : જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમની કાર્યવાહી6:09 PM IST
પોરબંદર જિલ્લામાં સી-ફુડ અને એગ્રો સહિત ઉદ્યોગો માટે ર૩૦ કરોડનું રોકાણઃ ૩૩૭ એમ.ઓ.યુ. : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હેઠળ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રોમાં નવો પ્રાણ ફુંકાયોઃ ઉદ્યોગ સાહસિકોના રજીસ્ટ્રેશનમાં વધારો : પોરબંદર જિલ્લામાં મુખ્ય ઇન્વેસ્ટમેન્ટમાં એગ્રો અને સી-ફુડ મેન્યુફેકચરીંગ ક્ષેત્રે રોકાણકારોએ વધુ રસ દાખવ્યોઃ કૃષિ પેદાશો સિંગદાણા અને બરડાડુંગરની કેરીના પલ્વને પ્રોસેસ કરીને આખરી ઉત્પાદન ઉપર ભાર મુકાયો12:10 PM IST
આમરણની વિવેકાનંદ સ્કુલના ૪૭ વિદ્યાર્થીઓ ભરેલી બસને હળવદના ઘણાંદ નજીક અકસ્માતઃ સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ થતા સહેજમાં અટકી : આમરણ ગામે આવેલ વિવેકાનંદ સ્કૂલના ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના ૪૭ વિદ્યાર્થીઓ તેમજ ચાર શિક્ષકો અને એક ડ્રાઇવર સહિત ૫૨ વ્યક્તિઓ હળવદના રણમાં આવ્યા હતા અને પ્રવાસ પૂર્ણ કરી પરત આમરણ જઈ રહ્યા હતા ત્યારે બસ પલટી જતા દુર્ઘટના સર્જાઇ હતીશ્11:32 AM IST
પોરબંદરના દરિયાકાંઠે ‘સાગર સુરક્ષા’ કવચ: આતંકી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવતી સુરક્ષા એજન્સીઓની મેગા મોકડ્રિલ : પાકિસ્તાન સાથે જળ અને જમીન એમ બંને માર્ગે જોડાયેલા ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠાની સુરક્ષા ચકાસવા માટે કવાયત : સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના વેશમાં આવેલા ઘૂસણખોરોને ઝડપી પાડી હુમલાના મનસૂબાને નિષ્ફળ બનાવ્યા : ઓપરેશન દ્વારા એજન્સીઓએ સાબિત કર્યું કે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં તમામ એજન્સીઓ વચ્ચે કેવું સંકલન હોવું જોઈએ4:18 PM IST
જામનગરના જાબુડા પાટીયા નજીક વિદેશી દારૂ બોટલ-૪૦૨ તથા બ્રેઝાકાર મળી રૂ. ૧૧,૨૭,૬૦૦/- મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર - એલ.સી.બી. : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના અશોકકુમાર (IPS) અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)ની આગેવાનીમાં પોલીસ દ્વારા કાર્યવાહી : એક આરોપીની શોધખોળ3:04 PM IST
ભુજમા રાષ્ટ્રીય પ્રભારી સુભાષીની યાદવ ના અધ્યક્ષ સ્થાને જનસંવાદ કાર્યક્રમ યોજાયો : "દારૂ-ડ્રગ્સ ના મુદ્દે મહિલા કોંગ્રેસ ગુજરાત માં આંદોલનો છેડશે" - ગીતા પટેલ : નામ બદલી દેવાથી ઈતિહાસ નહિ બદલે મનરેગા યોજના પૂજ્ય ગાંધી બાપુના નામેજ ઓળખાશે” - સુભાષીની યાદવ : સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ જવલંત વિજય થશે" - વી.કે.હુંબલ : કેન્દ્રની ભાજપ સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરે છે પણ ગુજરાત સહીત ભારત ની દીકરીઓ સુરક્ષિત નથી, રોજ વધતા જતા શાકભાજી, તેલ, ખાદ્યપદાર્થ ના વધતા ભાવોના કારણે ઘરની ગૃહિણીઓ હેરાન અને પરેશાન : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પના જોશી1:01 PM IST
૨૪૩ કિલોની આ માછલી વેચાઈ ૨૮.૮૯ કરોડ રૂપિયામાં10:24 AM IST
આ તો ગજબ થઇ ગયું:અરીસામાં પણ એક નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો : આ અરીસો હવે જે-તે યુઝર્સની હેલ્થ વિશે માહિતી આપશે:લાસ વેગાસમાં ચાલી રહેલા આ કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં એક પછી એક સ્માર્ટ ડિવાઇસ લોન્ચ થઈ રહી છે:કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ સ્માર્ટ મિરરમાં યુઝર પોતાનો ચહેરો જોતા જ એ અરીસો જે-તે વ્યક્તિની હેલ્થ વિશે જણાવી દેશે 6:02 PM IST
2026માં લોન્ચ કરવામાં આવ્યું સ્માર્ટ ટોયલેટ:આ સ્માર્ટ ટોયલેટ લોકોને ડિહાઈડ્રેટેડ છે કે નહીં તે જણાવી દેશે : કંપની દ્વારા 2023માં સૌથી પહેલું સ્માર્ટ ટોઇલેટ લોન્ચ કરવામાં આવ્યું હતું:વર્ષે લોન્ચ કરેલા વર્ઝનમાં ઓપ્ટિકલ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ ટોઇલેટમાં સીધા લગાવી દેવામાં આવશે અને એનાથી નોન-કોન્ટેક્ટ ટેસ્ટ કરી શકાશે:આ સ્માર્ટ ટોઇલેટ માર્કેટમાં ઉપલબ્ધ અન્ય પ્રોડક્ટ કરતાં ખૂબ જ એડવાન્સ છે6:11 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
ક્રિકેટ જગતમાં 'સૂર્યવંશી'નો સૂર્યોદય: ૧૪ વર્ષના વૈભવે દક્ષિણ આફ્રિકામાં રચ્યો ઈતિહાસ, અંડર-19 ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા કેપ્ટન : ૪ દેશોમાં સદીનો શાનદાર ચોગ્ગો: માત્ર ૬૩ બોલમાં સેન્ચુરી ફટકારી પ્રોટીઝ બોલરોને ધૂળ ચટાડી; IPL થી લઈને ઇન્ટરનેશનલ મેદાન સુધી વૈભવ સૂર્યવંશીના નામે રેકોર્ડ્સનો ખડકલો8:40 PM IST
વિક-કેટના લાડકવાયાનું નામકરણ: 'વિહાન' રાખ્યું નામ: સંસ્કૃતના આ અદ્ભુત અર્થ સાથે વિકી-કેટરિનાએ શેર કરી પુત્રની પહેલી ઝલક : સોશિયલ મીડિયા પર ફેન્સની આતુરતાનો અંત આવ્યો : કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના નવજાત પુત્રનું નામ 'વિહાન કૌશલ' જાહેર કરીને સૌનું દિલ જીતી લીધું : સૂર્યોદય અને નવી શરૂઆતનો અર્થ ધરાવતા આ નામ સાથે કપલે એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી 11:20 PM IST

















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































































































































































































