News of Friday, 16th May 2025
સાવરકુંડલાઃ દામનગરમાં ખેડૂતોના કાયમી રસ્તા માટે પ્રતિક ઉપવાસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૬: દામનગર પાલિકા કચેરી ખાતે સમસ્ત ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો નું પ્રતીક ઉપવાસ આંદોલન દામનગર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને એક માત્ર વૈકલ્પિક રસ્તો રેલવે ગરનાળુ તેમાં પણ તાજેતર માં માવઠા થી ભરાયેલ વરસાદી પાણી ઉલેસવા પાલિકા તંત્ર વાહકો એ રેલવે મેનેજર ડી આર એમ ભાવનગર ને પત્ર પાઠવી રેલવે ગરનાળા માં ભરાયેલ વરસાદી પાણી નિકાલ કરવા અને રેલવે ટ્રેક ઓળગી અવર જવર કરતા ઓનો કોઈ અકસ્માત થશે તો રેલવે તંત્ર ની જવાબદારી રહેશે તેમ પાલિકા તંત્ર વાહકો એ પત્ર માં જણાવ્યું હતું. સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને રેલવે ગરનાળા સિવાય અન્ય કોઈ રસ્તો નથી તેમાં વરસાદી પાણી ભરાય કે રેલવે ટ્રેક ઓળગી અવરજવર કરતા ઓનો અકસ્માત થાય તો રેલવે તંત્ર ની જવાબદારી પાલિકા ના સત્તાધીશો ની રસ્તો આપવા કે ગરનાળા માં ભરાયેલ પાણી ઉલેસવા ની કોઈ પણ જવાબદારી નથી ? ખોડિયારનગર દામનગર શહેર માં આવેલું છે પણ સ્થાનિક સત્તાધીશો નથી રસ્તો આપતા કે નથી ગરનાળા માં ભરાતા વરસાદી પાણી નો નિકાલ કરતા ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો જાય તો જાય કયાં ? ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને કાયમી રસ્તો મળી શકવાની શકયતા છે. ખોડીયાનગર અને ખેડૂતો પ્રતીક ઉપવાસ આંદોલન બંધ નહિ કરે તો પોલીસ કાર્યવાહી થશે આવી તાનાશાહી કેમ ? શહેરીજનો ને કાયમી કે વૈકલ્પિક રસ્તો આપવો નથી રેલવે ગરનાળા નું પાણી નિકાલ કરવું નથી ત્યારે પાલિકા તંત્ર ની જવાબદારી કે જરૂરિયાત શુ? તે પ્રશ્ન છે. (૭.ર૩)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
