News of Friday, 16th May 2025
માળીયા મિંયાણામાં અમદાવાદ લૂંટનો ફરાર આરોપી પ ચોરાઉ બાઇક સાથે પકડાયો

તસ્વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે માળીયા મિંયાણા પોલીસનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૬: અમદાવાદના લૂંટના ગુનામાં ફરાર આરોપીને માળિયા મિયાણા પોલીસે પકડી લઈ તપાસ હાથ ધરતા તેની પાસેથી પાંચ ચોરાઉ ટુ વ્હીલર પણ મળી આવતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇસુબભાઈ મુસાણી રહે-અમદાવાદ વાળો ચોરી કરેલા મોટર સાઇકલ સાથે માળીયા વિસ્તારમા આટાફેરા કરે છે અને તેની પાસે લાલ કલરનુ બજાજ પલ્સર બાઇક છે. જેના આધારે પોલીસે ઇસુબભાઇ હબીબભાઈ મુસાણીની અટકાયત કરી પુછપરછ કરતા તેને અમદાવાદ શહેર, ગાંધીધામ અને જામનગર ખાતેથી જાહેર જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલોની ચોરી કર્યાની કબુલાત આપી છે. આ સાથે પોલીસે પાંચ મોટર સાયકલ પણ કબ્જે કર્યા છે.
વધુમાં પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી રેલ્વેમાં મુસાફરી કરી રેલ્વે સ્ટેશનની આજુબાજુમાં પાર્ક કરેલ બાઇકના લોક ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ઓરીજનલ નંબર પ્લેટ કાઢી ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવવાની સસ્તામાં બાઈક વેચી પણ દેતો હતો. આ આરોપી અગાઉ લુંટ, બાઈક ચોરી, મોબાઈલ ચોરી તથા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ છે.
આ કામગીરીમાં પીઆઈ આર.સી.ગોહિલ, સર્વેલન્સ સ્ટાફના ASI વનરાજસિંહ બાબરીયા, HC સમરથસીંહ ઝાલા, PC હરપાલસિંહ રાજપુત, જયપાલસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, રવિભાઈ મીયાત્રા, રાયમલભાઈ શીયાર, રાજદિપસિંહ ઝાલા, મોસીન સિદી, તુષાર યા સહિતના રોકાયેલ હતા.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
