News of Friday, 16th May 2025
વિસાવદર પાસે એસટી ડ્રાઇવર પર સાથી ડ્રાઇવર સહિત ૩ શખ્સનો હુમલો
એટીઆઇ સાથે સંબંધ હોવાની બાબત ગમતી ન હોય માથાકૂટ કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬: વિસાવદર પાસે એસટી ડ્રાઇવર પર સાથી ડ્રાઇવર સહિત ૩ શખ્સનો હુમલો કર્યાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
ધોરાજી તાલુકાના ફરેણી ગામે રહેતા એસટી ડ્રાઇવર દિલીપભાઈ ઓઢાભાઈ શેખવાને સમાધાન માટે બોલાવી કર્મચારી યુનિયન પ્રતિનિધિ સરધારપુરના પ્રતાપ મેરામભાઇ બાબરીયા, તેના ભાઈ જયદીપ અને રામકુએ હુમલો કર્યો હતો.
દિલીપભાઈની ફરિયાદ અનુસાર જેતપુર ડેપોમાં સાથે ડ્રાઇવરની નોકરી કરતા પ્રતાપ મેરામભાઇ ડેપો કર્મચારી યુનિયનના પ્રતિનિધિ પણ છે. પરંતુ દિલીપભાઈ શેખવાને સાથે સારો સંબંધ હોય પ્રતાપને ગમતું ન હતું તેનો રાગદ્વેષ રાખી એક વર્ષ પહેલા ઝઘડો કર્યો હતો તેમજ પ્રતાપ બાબરીયા એસટી કર્મચારી ગ્રુપમાં મેસેજ કરતા અને તેનો પ્રત્યુતર દિલીપભાઈ આપતા હોય જેથી મનદુઃખ થયું હતું
જેના સમાધાન મોડી રાત્રે વિસાવદર તાલુકાના ભુતડી ગામના પાટીયા પાસે બોલાવી પ્રતાપ, જયદીપ, રામકુ મેરામ બાબરીયાએ લોખંડના પાઇપ વડે હુમલો કરી દિલીપભાઈને ઇજા પહોંચાડતા સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને લઇ વિસાવદર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
