News of Friday, 16th May 2025
સાવરકુંડલામાં નવા બની રહેલા રોડ ઉપર બાઇક સ્લીપ થતાં આધેડનું મોત

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૬:સાવરકુંડલા શહેર માથી અમરેલી થી રાજુલા તરફ પસાર થતા હાઇવે માર્ગ નું નવીનીકરણ થઈ રહ્યું છે આ રોડ અમરેલી રોડ તરફ થી નવો બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમા હયાત રોડને દોઢ દોઢ ફૂટ ઊંડો ઉતારી નવો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ બની રહેલા રોડ ઉપર કોઈ દિશા સૂચક બોર્ડ, કે તાર..ફેંસિંગ ન હોય વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે તો આવા જ એક બનાવ માં સાવરકુંડલામાં રહેતા આધેડનું મોત થતાં શહેરભરમાં અરેરાટી સાથે રોષ પ્રસરી જવા પામ્યો છે પ્રાપ્ત વીગતો અનુસાર સાવરકુંડલાના અમરેલી રોડ પર ગેટથી શહેર તરફ મોટરસાયકલ લઈ આવી રહેલા રામજીભાઈ મોહનભાઈ પાઠર નામના પાસઠ વર્ષીય આધેડ રોડ સાઈડ માંથી પોતાના ટુ વ્હીલ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે રાતના અંધારામાં સાઈડમાં જ બની રહેલા રોડના કામ માટે ગાળવામાં આવેલા ખાળિયામાં અકસ્માતે સ્કૂટર સ્લીપ થઇ પડી જતા ગંભીર ઇજા પામ્યા હતા બનાવની જાણ થતા આસપાસ માથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ દ્રારા તાત્કાલિક સારવારમાં ખસેડ્યા હતા જ્યાં ડોક્ટર મળત જાહેર કર્યા હતા રોડમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે વારંવાર અકસ્માતો બની રહ્યા છે જેનો શહેરમાંથી વિરોધ પણ થઈ રહ્યો છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા બેદરકારી દાખવાતી હોય ગઈકાલે જીવલેણ અકસ્માત બનવા પામ્યો છે ત્યારે હવે જોવાનું રહેશે કે રોડ બની રહ્યો છે ત્યાં ફેન્સીંગ અને દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવે છે કે તંત્ર અને કોન્ટ્રાકટર ની બેદરકારી નો ભોગ શહેરી જનો બનતા રહેશે
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
