News of Friday, 16th May 2025
‘તેરા તજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ ચોરાયેલા મુદ્દામાલ તથા બે વાહન મળી રૂા. પ,પ૧,પ૯૩ નો મુદ્દામાલ પરત અપાવતી જુનાગઢ એ-ડીવી પોલીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬: એ.ડીવી પો.સ્ટે નાં અલગ-અલગ વિસ્તારોમાં ગુમ થયેલ મોબાઇલ ફોનની અરજીઓ મળેલ હોય જે અરજીઓમાં જણાવેલ મોબાઇલ ફોન નં-૨૯ જેની કુલ કીમત ૪,૦૮,૩૪૩/- ના જે મોબાઇલ ફોનને ટેકનીલક સોર્સથી તેમજ ઘ્ચ્ત્ય્ પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને પરત આપેલ છે.તેમજ હજુ પણ બીજા મોબાઇલો ડીટેકટ કરવાની કામગીરી ચાલુ હોય અને રીકવરી થયે તેમના મુળ માલીકોને પરત કરવામા આવશે અને બાકીના મોબાઇલો ટેકનીલક સોર્સની મદદથી ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.
તેમજ જુનાગઢ એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૯૦/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૦૫(એ) વિ. ના કામે ફરીના મકાને થયેલ ઘરફોડ ચોરી માં ચાંદી તથા સોનુ તથા રોકડ રૂપીયા મળી કુલ કિ.રુ ૧,૦૩,૨૫૦/-નો મુદામાલ આરોપી પાસેથી રીકવર કરી કોર્ટ કાર્યવાહી ત્વરીત કરી ફરીયાદી ને પરત અપાવેલ છે.
તેમજ જુનાગઢ એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં.૦૪૨૮/૨૦૨૫ બી.એન.એસ.ક.૩૦૩(૨) ના કામે ફરીની ચોરી થયેલ એકટીવા મો.સા.કિ.રુ ૩૦૦૦૦/-ની આરોપી પાસેથી રીકવર કરી કોર્ટ કાર્યવાહી ત્વરીત કરી ફરીયાદી ને પરત અપાવેલ છે.
તેમજ જુનાગઢ એ ડીવી પો.સ્ટે.૩૫(૧) (ઇ) ના કામે ચોરી થયેલ હીરો હોન્ડા કંપનીનું મો.સા.કિ.રુ ૧૦૦૦૦/-ની આરોપી પાસેથી રીકવર કરી કોર્ટ કાર્યવાહી ત્વરીત કરી ફરીયાદી ને પરત અપાવેલ છે. આમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ર્ં કુલ મોબાઇલ ફોન નંગ-૨૯ કીમત રૂપીયા ૪,૦૮,૩૪૩/- તથા ચોરીના ગુન્હાના કામે ગયેલ મો.સા.-૦૨ કિ.રૂ.૪૦૦૦૦/- તથા ઘરફોડ ચોરીમા ગયેલ મુદામાલ કિ.રૂ. ૧,૦૩,૨૫૦/- મળી કુલ ૫,૫૧,૫૯૩/- (પાંચ લાખ એકાવન હજાર પાંચ સો ત્રાણ) નો મુદામાલ અરજદારશ્રીઓ તથા ફરીયાદીશ્રીઓને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ તથા જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર આર. કે. પરમાર તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા એ.એસ.આઇ. ભદ્રેશભાઇ રવૈયા પો.હેડ.કોન્સ ટી.બી.સિંધવ નાઓના હસ્તે આપવામાં આવેલ છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
