<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કોઠા ભાડુકિયા ગામ પાસેના ઉંડ-૩ પુલ ઉપર બ્રીજમાં ક્રેક થયેલ હોવાથી ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ

બ્રીજના એબટમેન્ટ તેમજ પીયરમાં સ્કાઉરીંગના લીધે બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર કરવી જોખમી : વાહનચાલકોએ વૈકલ્પિક રૂટ તરીકે કાલાવડ - શિશાંગ - રાજડા – કોઠાભા – ડૂકીયા રોડ વાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬  :  માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), જામનગરના નિયંત્રણ હેઠળના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, કાલાવડ હસ્તકના બાલંભડી મોટા ભાડુકિયા કોઠા ભાડુકિયા રાજડા શિશાંગ રોડ પર કોઠા ભાડુકિયા ગામ પાસે ઉંડ-૩ સિંચાઇ વિભાગ હસ્તકનો મેજર બ્રીજ (પુલ) આવેલ છે. આ બ્રીજમાં ૯ મીટરના કુલ ૯ (નવ) સ્પાન છે. બ્રીજના એબટમેન્ટ તેમજ પીયરમાં સ્કાઉરીંગ થયેલ જણાય છે. તેમજ આ બ્રીજમાં ક્રેક થયેલ હોવાથી હાલ આ બ્રીજના રીપેરીંગનું કામ ટેન્ડરીંગ પ્રક્રીયા હેઠળ છે. બ્રીજની હાલની સ્થિતિ જોતા આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર કરવી જોખમી છે. આથી આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર રોકવા અંગેનું પ્રતિબંધાત્મક જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ બાલંભડી મોટા ભડુકિયા કોઠા ભાડુકિયા રાજડા શિશાંગ રોડ પર કોઠા ભાડુકિયા ગામ પાસે ઉંડ-૩ સિંચાઇ વિભાગ હસ્તકનો ૯ સ્પાન ધરાવતો  બ્રીજ તથા રસ્તો તમામ પ્રકારના ટ્રક,ડમ્પર, ટેન્કર જેવા માલ વાહક અને ભારે વાહનો માટે અન્ય કોઈ સુચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવે છે. જેના વૈકલ્પિક રૂટ તરીકે કાલાવડ - શિશાંગ - રાજડા – કોઠાભા – ડૂકીયા રોડ વાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે. 

આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

 

(4:38 PM IST)