News of Saturday, 17th May 2025
મે મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ કચ્છ આવે તેવી શક્યતા વચ્ચે તૈયારીઓ શરૂ
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ માતાના મઢના દર્શન કરી ભુજમાં જાહેર સભા સંબોધે એવી ધારણા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : આ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન કચ્છની મુલાકાત લે એવી શક્યતા સાથે સ્થાનિક તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના કચ્છ પ્રવાસની વ્યસ્તતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ કચ્છનો પ્રવાસ કરે એવી સંભાવના છે. જોકે, આ બાબતે હજી કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી. પણ, જાણવા મળતી ચર્ચા પ્રમાણે નરેન્દ્રભાઈ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ માતાના મઢ મધ્યે મા આશાપુરાના દર્શન કરી મંદિર પરિસર માં હાથ ધરાયેલા ૩૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરે એવી શક્યતા છે. નરેન્દ્રભાઈ ભુજમાં જંગી જનમેદનીને સંબોધન કરે એવી તૈયારીઓ સાથે જાહેરસભાના આયોજનો તખ્તો પણ ગોઠવાઈ રહ્યો છે. કચ્છ સાથે નરેન્દ્રભાઈ મોદીનો સંબંધ હંમેશા ગાઢ રહ્યો છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
