<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

હવે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક વાપરતા મોરબીના વેપારીઓના પણ ફોટા હોર્ડિગ્‍સમાં જાહેર કરાયા

જાહેરમાં થૂંકતા, લઘુશંકા કરતા, કચરો ફેકતા લોકો બાદ હવે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો વપરાશ કરનારાઓને પણ હોર્ડિગ્‍સમાં ચમકાવાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૭: મોરબી મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો વપરાશ કરનારાઓને દંડ ફટકારવાની સાથે તેઓના ફોટો પણ ર્હોડિંગમાં લગાવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. સાથે જ હવે શહેરીજનોને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો વપરાશ ન કરવા મહાપાલિકાએ ભારપૂર્વક જણાવ્‍યું છે.

મોરબીમાં જે લોકો જાહેર જગ્‍યાઓ ઉપર યુરીનેશન કરતા હતા અને જે લોકો જાહેરમાં થુકે છે એના ફોટો ર્હોડિંગમાં લગાવામાં આવતા હતા. ત્‍યારબાદ જે લોકો જાહેરમાં કચરો ફેંકે છે તેમના પણ ફોટો લગાવાનું શરૂ કરાયું હતું. હવે જે લોકો સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો વપરાશ કરે છે તેઓના ફોટો પણ ર્હોડિંગ્‍સમાં ચમકાવવાનું શરૂ કરવામાં આવ્‍યું છે.

આ મામલે મહાપાલિકા દ્વારા જણાવાયુ છે કે જે લોકો હજી સુધી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ઓરે છે તેઓ સાવધ બની જાય. કારણકે મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટીકનો વપરાશ કરતા આસામી સામે દંડનીય કાર્યવાહી કરી ફોટો પ્રદર્શિત કરવામાં આવશે. જે કોઈ પણ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટીકનો વપરાશ ક૨તા પકડાશે તેઓનો ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવશે.(૨૩.૪)

(10:13 AM IST)