News of Saturday, 17th May 2025
શાપર-વેરાવળ પોલીસે ગૂમ થયેલ યુવતીને બિહારમાંથી શોધી કાઢી

રાજકોટ, તા., ૧૭: શાપર-વેરાવળ પોલીસે ગૂમ થયેલ યુવતીને બિહારમાંથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા હીમકરસિંહ તથા ગોંડલ ડીવીઝન ડીવાયએસપી કે.જી.ઝાલા દ્વારા ગૂમ થયેલાઓને શોધી કાઢવા સુચના આપતા શાપર(વે) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનાર પ્રિયંકાબેન ડો/ઓ ડાયાભાઇ સોલંકીને શોધી કાઢવા શાપર વે.પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.બી.રાણાએ અલગ અલગ દિશાઓમાં ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ આધારે તપાસ કરાવી બે માસ પહેલા ગુમ થયેલ યુવતીને બિહાર રાજયમાંથી શોધી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
આ કાર્યવાહી શાપર-વેરાવળ પો.સ્ટે.ના પો.હે.કો. રાજેશભાઇ બાયલ, દિનેશભાઇ ખાટરીયા, કિર્તીબેન દેસાઇ તથા પો.કોન્સ. અલ્પેશભાઇ ડામસીયા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
