<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

કચ્છ મુંબઈ વચ્ચે ટિકિટના હજારો રૂપિયા વસૂલતી વિમાની કંપનીઓ ધરતી ઉપર: ભાડા ૩ થી ૫ ગણા ઘટ્યા, જાણો શું છે ઓફર?

જો હંમેશા વ્યાજબી ભાડા માટે સંસ્થાઓ અને આગેવાનોની રજૂઆતો થતી રહેતી, ગરજના ભાડા વસુલવાનું બંધ થાય તો લોકો ચોક્કસ વિમાની પ્રવાસ તરફ વળે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :   કચ્છ અને મુંબઈ વચ્ચેના ઊંચા વિમાની ભાડા હંમેશા લોકોમાં અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનતા રહ્યા છે. એક સમયે વિમાની પ્રવાસ માટે ઓન લાઇન સર્ચ કરનારા પણ આટલા ઊંચા ભાડાના કારણે અર્જન્ટ સંજોગો સિવાય વિમાન પ્રવાસનું ટાળી કચ્છ મુંબઇ વચ્ચે રેલવે પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. રેલવે દ્વારા ખાસ એસી ટ્રેન સહિત સુવિધાઓ સાથે સ્પેશ્યલ ટ્રેનો પણ શરૂ કરાઇ છે. 

હવે હાલના તણાવભર્યા સંજોગોમાં વિમાની વ્યવહાર બંધ રહ્યા બાદ હમણાં વિમાન વ્યવહાર રૂટિન પ્રમાણે શરૂ થઈ ગઈ છે. ત્યારે વિમાની પ્રવાસની ટિકિટોની વાત કરીએ તો એક સમયે સામાન્ય સંજોગોમાં એક ટિકિટના ૧૧ હજાર થી કરીને ૨૧ હજાર અને ક્યારેય ૨૫ હજાર રૂપિયાથી વધુ ટિકિટો વસુલતી વિમાની કંપનીઓ ત્રણ હજાર રૂપિયા થી સાડા ચાર હજાર રૂપિયા હા, આટલા ત્રણ થી પાંચ ગણા નીચા ભાવેથી હાલમાં ટિકિટો મળી રહી છે. 

દરમ્યાન કચ્છ મુંબઈ વચ્ચે અવારનવાર વિમાની પ્રવાસ કરતા પ્રવાસીઓ તેમ જ ટુર ઓપરેટરો કહે છે કે, વિમાની કંપનીઓએ વ્યાજબી ભાડા વસૂલવા જોઈએ. સામાન્ય કરતા ઊંચા વિમાની ભાડા ઉપર સરકારે પણ લગામ કસવી જોઈએ એવો લોકોનો જનમત છે.

અત્યારે મુંબઇ થી ભુજ વચ્ચે સવારે બે અને બપોરે એક એમ દરરોજ ત્રણ વિમાનોની અવરજવર છે.

 

(1:14 PM IST)