તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Saturday, 17th May 2025
જેતપુર ઉદ્યોગનગર પોલીસે માબાપની વિખુટા પડેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

તસ્વીરમાં બાળા અને વાલીઓ સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે.(તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૭: જેતપુર ઉદ્યોગનગર પોલીસે માબાપથી વિખુટા પડેલા બાળકના વાલીને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
તાલુકાના પેઢલા ગામે કોઈ માસુમ બાળક તેના માતા પિતા થી વિખૂટું પડી ગયેલ હોવાની જાણ ઉદ્યોગ નગર પોલીસમાં કરતા ઉદ્યોગનગર પીઆઇ એમ. એમ. ઠાકોર ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ. ડી. મેતા સ્ટાફના રિઝવાનભાઈ સિંજાત, વાસુદેવસિંહ જાડેજા, હિતેશભાઈ વરુ, ચેતનભાઇ ઠાકોર, અજયભાઈ રાઠોડ, અતુલભાઇ વાઘેલા, સંજયભાઈ પરમારને સાથે રાખી પેઢલા ગામે જઈ તપાસ કરતા તે બાળક પરપ્રાંતીય મધ્યપ્રદેશ બોર્ડર તરફ ના વિસ્તારનું હોય તેના વાલીની તપાસ કરતા એવું જાણવા મળેલ કે તે બાળક તેના માતા પિતા સાથે બસમાંથી ઉતરી વિખુંટુ પડી ગયેલ હોય પોલીસે બસ કંડકટર ની તપાસ કરી બાળકના માતા પિતાનું એડ્રેસ મળી જતા તેના કાકા જૂનાગઢના વિજાપુર ગામે ખેત મજૂરી કરતા હોવાનું માલુમ પડતા તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી બાળકને સોંપી આપતા પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે.(
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
