News of Saturday, 17th May 2025
મોરબી નજીક રામદેવ હોટેલમાંથી ૬ ગ્રામ મેફેડ્રોન પાઉડર સાથે એક ઝડપાયો.
મૂળ રાજસ્થાની શખ્શ ઝડપાયો :અન્ય એક રાજસ્થાની આરોપીની નામ ખુલતા ઝડપી લેવા તજવીજ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ રામદેવ હોટેલ/ધાબામાંથી પોલીસે એક શખ્શને મેફેડ્રોન પાઉડર છ ગ્રામના જથ્થા સાથે ઝડપી લઈને ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષની સામે આવેલ રામદેવ હોટેલમાં આરોપી કાનારામ બાબુલાલ ડારા નામનો ઇસમ મેફેડ્રોન પાવડર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અને આરોપી કાનારામ બાબુલાલ બિશ્નોઈ (રહે હાલ મકનસર ધર્મમંગલ સોસાયટી તા. મોરબી મૂળ રહે રાજસ્થાન વાળા)ને ઝડપી લઈને છ ગ્રામ મેફેડ્રોન પાઉડર કીમત રૂ ૬૦ હજાર, બે મોબાઈલ કીમત રૂ ૨૦ હજાર, રોકડ રૂ ૩૯૪૦ અને બે ડીજીટલ વજનકાંટા કીમત રૂ ૬૦૦ સહીત કુલ રૂ ૮૪,૫૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપી રમેશ બિશ્નોઈ (રહે રાજસ્થાન વાળા) નું નામ ખુલતા આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
