<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

વિસાવદર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખપદે મોણીયા ગામના અકિલ ચોટલિયા બીનહરીફ

વિસાવદર : તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાના જણાવ્યા અનુસાર ૮૭ વિસાવદર વિધાનસભાની યુથ કોંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં સમગ્ર વિધાનસભા વિસ્તારના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયેલા યુવા અગ્રણી અને કોંગ્રેસના વફાદાર અને મારા મિત્ર અકીલ ચોંટલિયા વિધાનસભા વિસ્તાર ના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.
વિસાવદર વિધાન સભાની યુથ કોંગ્રેસની ચુટણીમા પ્રમુખ તરીકે અકીલ ચોટલીયા બીનહરીફ જાહેર થયેલ છે.
વિસાવદર વિધાનસભામા પેટા ચુટણીનો જોરશોર માહોલ છવાયો છે અને દરેક પક્ષો દ્વારા વિવિધ રાજકીય હોદાઓની જાહેરાત થઈ રહી હોય ત્યારે વિસાવદર વિધાનસભાની સીટ ઉપર યુથ કોંગ્રેસની ચુટણી યોજવામા આવી હતી.આ ચુટણીમા વિસાવદર તાલુકાના મોણયા ગામના અકીલ ચોટલીયા બીનહરીફ ચુટાઈ આવતા ચાહકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહે છે.


 

(8:04 PM IST)