<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

કોડીનારમાં શિંગોડા નદીમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત: પરિવારમાં શોકનો માહોલ

એક બાળકને બચાવવા જતા બીજા બાળકનું તરતા ન આવડતું હોવાથી બંનેના ડૂબવાથી મોત થયા

ગીર સોમનાથના કોડીનારમાં દૂર્ઘટના ઘટી છે. શિંગોડા નદીમાં 2 સગીર બાળકો ડૂબતા મોત થયા છે. મળતી વિગતો મુજબ 1 સગીર ડૂબતા બીજો સગીર બચાવવા પડ્યો હતો અને જેને પણ તરતા ના આવડતું હોવાથી બંનેના ડૂબવાથી મોત થયા છે.

બંન્નેના મૃતદેહને પાણી બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યા છે. એક સગીરની ઉંમર 7 વર્ષ અને બીજા સગીરની ઉંમર 15 વર્ષની હતી. અત્રે જણાવીએ કે, ઇસ્લામ ભૂરા સોરઠીયા અને જલાલી શમશેરઅલીનું મોત થયું છે

ઘટનાના પગલે પરિવારમાં શોકનું માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, એક સગીર નદીમાં ન્હાવા પડ્યો હોવાનો પ્રાથમિક અનુમાન છે, જે ડૂબતા તેને બચાવવા માટે બીજો સગીર ગયો અને તેને પણ તરતા ન આવડતું હોવાથી બંનેના ડૂબવાથી મોત થયા છે.

(10:58 PM IST)