<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

જસદણ વિસ્તારમાં માર્ગોના નવીનીકરણ માટે રૂ. ૧૮.૬૫ કરોડ મંજૂર કરાવતા કુંવરજીભાઈ બાવળીયા

ખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૧૮.૬૫ કરોડના ખર્ચે ૦૫ રસ્તાના નવીનીકરણ માટે મંજૂરી આપતાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીની રજૂઆત ફળી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.19  : રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજ્ય સરકારને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની કામગીરી માટે રજૂઆત કરી હતી. જે અન્વયે રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા મત વિસ્તારમાં વર્ષ ૨૦૨૫-'૨૬ હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના કુલ ૦૪ રસ્તા (લંબાઈ ૯.૮૦ કિ.મી.) માટે રૂ.૧૨.૬૫ કરોડ મંજૂર કરાવી જોબ નંબર આપવામાં આવ્યા છે. 

આ કામમાં રૂ. ૩.૫ કરોડના ખર્ચે અમરાપુર કોટડા રોડ (૦૩ કિલોમીટર), રૂ. ૧.૪ કરોડના ખર્ચે ગોરૈયાથી મોટા વિરવા રોડ (અપ ટૂ ડિસ્ટ્રીકટ લિમિટ, મીસીંગ લીંક, ૦.૯૦ કિલોમીટર), રૂ. ૪ કરોડના ખર્ચે બોઘરાવદર ફાળદંગ રોડ (૧.૯૦ કિલોમીટર), રૂ. ૩.૭૫ કરોડના ખર્ચે ગોડલાધાર ફુલઝર રોડ (૪ કિલોમીટર)ના કામોનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત રૂ. ૬ કરોડના ખર્ચે એસ.એચ.થી હાથસણી રોડ (૫.૧૦ કિલોમીટર)નું કામ પણ મંજૂર કરીને જોબ નંબર આપવામાં આવ્યા છે. અને આ અંગે આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધિત કાર્યપાલક ઇજનેરને સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૧૮.૬૫ કરોડના ખર્ચે ૦૫ રસ્તાના નવીનીકરણ માટે મંજૂરી આપતાં મંત્રીની રજૂઆત ફળી હતી. જેથી આગામી દિવસોમાં આ રસ્તાઓ પર મરામત, ડામરકામ સહિતની કામગીરી થવાથી આજુબાજુના ગામોના લોકોને આવનજાવનમાં આવનારા દિવસોમાં સરળતા રહેશે.

(9:18 AM IST)