News of Monday, 19th May 2025
રેલ માર્ગે કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી રેલવે સ્ટેશનનું નરેન્દ્રભાઈના હસ્તે ગુરૂવારે વર્ચ્યુઅલ લોકાર્પણ
આઝાદી બાદ કચ્છ સ્ટેટ દ્વારા ૧૯૫૦ માં બનેલ આ સ્ટેશનનું ૭૫માં વર્ષે ૧૩.૬૪ કરોડના ખર્ચે નવીનીકરણ, ૪૮ ટ્રેનો અને ૧૦૦૦ પ્રવાસીઓની અવરજવર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૯: રેલવે માર્ગે કચ્છમાં પ્રવેશ કરો એટલે પહેલું સ્ટેશન આવે એ સામખિયાળી !! આમ આ સામખિયાળી રેલવે સ્ટેશન કચ્છ જિલ્લાનું એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે.
આઝાદી બાદ ૧૯૫૦ માં કચ્છ રાજ્ય રેલ્વેના વિસ્તરણ દરમિયાન આ સ્ટેશનની સ્થાપના થઇ હતી. પૂર્વ કચ્છમાં ભચાઉ અને રાપર એ બે તાલુકાઓ સાથે વાગડ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં વેપાર અને કળષિને પ્રોત્સાહન આપવા માટે સામખિયાળી રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગમાં આવતું આ જંકશન મુસાફરો અને માલવાહક ટ્રાફિક બંનેનું સંચાલન કરે છે.
તેને NSG-4 શ્રેણીના સ્ટેશન તરીકે વર્ગીકળત કરવામાં આવ્યું છે, સ્ટેશનમાં પાંચ પ્લેટફોર્મ, ૪૮ સ્ટોપીંગ ટ્રેનો અને દરરોજ લગભગ ૧૦૦૦ મુસાફરોની અવરજવર છે.
સુંદર આર્કિટેક્ચર અને લિફ્ટ, એક્સેકેલેટર સહિત અહીં પ્રવાસીઓ માટે તમામ જરૂરી ઉપલબ્ધ સુવિધાઓ અને ફૂડ પ્લાઝા સાથે અહીં ૫ સ્ટેશનોની સુવિધા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ રેલવે સ્ટેશનનું ૨૨મી તારીખે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
