<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

પ્રેગનન્‍સી રાખવી ન હોઈ ગાંધીધામની મહિલાનું ધોરાજીના તબીબે ગર્ભપાલ કર્યું: ભૂણહત્‍યા કેસમાં ડોકટર સહિત ૪ આરોપીની ધરપકડ

 

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૯: ધોરાજીના ઉપલેટા રોડ પર અજાણ્‍યા વાહન ચાલક દ્વારા રસ્‍તા પર ગાડી ઉભી રાખી અને શંકાસ્‍પદ રીતે થેલીનો ઘા કરવામાં આવ્‍યો હતો. જે સ્‍થાનિક વિસ્‍તારના લોકોએ નજરે નિહાળતા પોલીસને જાણ કરી હતી. ધોરાજી પોલીસ અને મેડિકલ વિભાગની ટીમે પ્‍લાસ્‍ટિકની થેલીની તપાસ કરતા તેમાંથી બાળકનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ મામલે ધોરાજી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રવિ ગોધમ અને પોલીસ સ્‍ટાફ દ્વારા સ્‍થાનિક લોકોને પૂછપરછ કરતા gj 12 સિલ્‍વર કલરની કાર હોવાનું જણાવતા સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા ગાડીની ઓળખ મળી જવા પામી હતી અને ત્‍યારબાદ ગાડી માલિક અને આરોપીઓની ભાળ મળવા પામી હતી.

કચ્‍છના ગાંધીધામ ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ ગોહેલે ફરિયાદ આપેલ હતી જેમાં તેમનાં પુત્ર અને પુત્રવધુ બન્ને અમિત ચંદ્રકાંતભાઈ ગોહેલ અને તેમના ધર્મપત્‍ની તેમજ તેમના ધોરાજી ખાતે રહેતા તેમના વેવાણ સ્‍મિતાબેન નગીનભાઈ ગોહેલ અને ધોરાજીના તબીબ ડોક્‍ટર સીટી ફળદુ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીધામ ખાતે રહેતા અમિતભાઈ ચંદ્રકાંતભાઈ ગોહેલના ધર્મપત્‍ની પ્રેગનેન્‍ટ થયા હોય અને તેમણે પ્રેગનેન્‍સી રાખવાની ન હોય તે બાબતે તેઓ વેવાણ સ્‍મિતાબેન નગીનભાઈ ગોહેલનો સંપર્ક કરેલ જેમાં બંને વચ્‍ચે થયેલ વાતચીતમાં ધોરાજીના ડોક્‍ટર દ્વારા ગર્ભપાત થઈ જશે તે પ્રમાણે વાત કરતા આરોપી અમિત ચંદ્રકાંત ભાઈ ગોહેલ ગાંધીધામ થી ધોરાજી આવેલ અને ધોરાજી ખાતે ડોક્‍ટર સીટી ફળદુ ને ત્‍યાં પોતાની પત્‍નીની પ્રેગનેન્‍સી રાખવાની ન હોય તે માટે રસ્‍તો કરી આપવાની વિનંતી કરી હતી, જે અન્‍વયે પોલીસે જણાવેલ વિગતો મુજબ ઓપરેશન કરી આપેલ અને જણાવેલ કે આ ભ્રુણની થેલી બહાર કોઈ દૂર જગ્‍યાએ ફેંકી દેજો જેથી અમે એ થેલી ધોરાજીના ઉપલેટા રોડ પર અમારી કારમાં જય એ થેલીનો પૂલની નીચે ઘા કરી દીધો હતો. આ પ્રકારની કબુલાત પોલીસ મથકે આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી જે અન્‍વયે ફરિયાદીની ફરિયાદ મુજબ ધોરાજી પોલીસે ચારે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ ૯૧,૯૪,૩,(૫) મુજબ ગુનો દાખલ કરી તમામ ચારે આરોપીની અટકાયત કરી હતી.

જેમાં પ્રેગનેટ મહિલા ને હોસ્‍પિટલ ખાતે સારવાર માટે રાખવામાં આવેલ હતા જ્‍યારે એક મહિલા આરોપીને ગોંડલ જ્‍યુડિશનલ તેમજ અમિત ચંદ્રકાંતભાઈ ગોહેલ અને ડોક્‍ટર સીટી ફળદુને ધોરાજી જ્‍યુડિશનલ જેલ હવાલે કરવામાં આવ્‍યા હતા.

ધોરાજી ખાતે ભ્રૂણ હત્‍યાના બનાવમાં પોલીસે કલાકોની અંદર સમગ્ર ભેદ ઉકેલ નાખ્‍યો હતો અને ધોરાજીમાં નામાંકિત ગણાતા ડોક્‍ટરના હોસ્‍પિટલમાં આ પ્રકારની પ્રવળત્તિઓ ઉઘાડી પડી હતી. સમગ્ર કિસ્‍સો ધોરાજીમાં હાલ ચર્ચાના એરણે ચડ્‍યો છે. (રર.૩)

(10:10 AM IST)