News of Wednesday, 21st May 2025
ટંકારામા બાબરીયા પરિવારના સુરાપુરાધામમાં દોઢ કિલોનો ચાંદીનો મુગટ-દાનપેટીમાંથી રૂ.૨૫ હજારથી વધુની રોકડ ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ
ઘટનાને પગલે ભાવિકોમાં ભારે રોષઃ ગત મહિને જ અહી ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૧: ટંકારામાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા બાબરીયા પરિવારના સુરાપુરાધામમાં ગત રાત્રીના ચોરીની ઘટના બની છે. જેને લઈને બાબરીયા પરિવારના આગેવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના આસુન્દ્રા નંદિના કિનારે અમરાપર રોડ ઉપર આવેલા બાબરીયા પરિવારના સુરાપુરાધામમાં ગત મોડી રાત્રે તસ્કર ત્રાટકયા હતા. તેઓએ અહીં સુરાપુરા દાદાનો દોઢ કિલોનો ચાંદીનો મૂંગટ ચોરી કરી લીધો છે. આ સાથે દાનપેટી આખી ઉપાડી લઈ તેમાં રહેલી અંદાજે રૂ.૨૫થી ૩૦ હજારની રકમ લઈને દાનપેટી થોડે દુર ફેંકી દીધી હતી. આ ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.
આ ઘટનાને પગલે ભાવિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. ગત મહિને જ અહી ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ અહીં હાજરી આપી હતી. આ વેળાએ બે દિવસ મહાપ્રસાદ પણ યોજાયો હતો. (પ-૯)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
