News of Wednesday, 21st May 2025
ભુજ લોહાણા મહાજન દ્વારા મોક્ષરથનું દાતા પરિવારના વરદ્રસ્તે લોકાપર્ણ

શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા 'મોક્ષરથ ' નાં લોકાર્પણ નો કાર્યક્રમ શ્રી ભુજ લોહાણા મહાજનનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. જેમાં શ્રી ભુજ લોહાણા મહાજનનાં પદાધિકારીઓ,દાતાશ્રીઓ તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા જ્ઞાતિજનોનાં દુઃખદ અવસરે સ્મશાનયાત્રામાં ઉપયોગી એવા મોક્ષરથનું લોકાર્પણ કરવામાં આવેલ જેનાં મુખ્યદાતા અ.નિ.કરસનદાસ કલ્યાણજી કતિરા અ.નિ. ભચીબેન કરસનદાસ કતિરાનાં સ્મરણાર્થે હ, હરેશભાઈ કતિરા તથા કતિરા પરિવારનો સહયોગ સાંપડેલ હતો. નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા ભુજ લોહાણા મહાજનવાડીનાં રૃખાણા હોલ મધ્યે યોજવામાં આવેલ દાતાઓનાં સન્માન કાર્યક્રમમાં મહાજનનાં ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ આર. ઠકકર મંત્રી હિતેશભાઈ ઠકકર, ખજાનચી મૂળરાજભાઈ ઠકકર, સહમંત્રી સંજયભાઈ ઠકકર, ડો. ફુલ્લાબેન કોટક, અમરધામ સમિતિનાં ચેરમેન કલ્પેશભાઈ ઠકકર, ચેતનભાઈ ઠકકર, મહિલાશ્રમના પ્રમુખ હર્ષદભાઈ ઠકકર દાતા પરીવાર, મહાજનનાં કારોબારી સભ્યો, મહિલામંડળના પ્રમુખ મમતાબેન ઠકકર, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ભુજ લોહાણા મહાજનવાડી મધ્યે મોક્ષરથની ચાવી દાતા પરીવારના હસ્તે શ્રી ભુજ લોહાણા મહાજનનાં પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેને સોંપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મોક્ષરથની સેવા ભુજ શહેરમાં તથા પંચકોશી ગામોમાં રહેતા લોહાણા જ્ઞાતિજનો માટે નિઃશુલ્ક રાખવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં મહાજનની સંલગ્ન સંસ્થાઓનાં હોદેદારો તથા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહાજનનાં કારોબારી સભ્યો તથા મહાજનનાં સ્ટાફગણે જહેમત ઉઠાવેલ હતી. (પ-પ)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
