તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 21st May 2025
ગોંડલમાં માવઠામાં જ ઠેર-ઠેર પાણી ભરાયાઃ યાર્ડમાં ડુંગળી પલળી ગઇ
વરસાદી પાણી ગટરમાં જવાના બદલે ભુગર્ભ ગટરમાંથી પાણી બહાર નીકળવા લાગ્યા

ગોંડલઃ ગોંડલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગોંડલમાં અનેક જગ્યાએ તથા નવા યાર્ડમાં પણ વૃક્ષો ધરાશાયી થયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૧: ગત સાંજે ગોંડલ શહેર અને તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
જેને કારણે માર્કેટિંગ યાર્ડમાં ભારે પવનના કારણે વળક્ષો પડી ગયા. અને શેડ બહાર રખાયેલ ડુંગળી પલળી ગઇ હતી.
ગત સાંજે દિવસભર નાં બફારા બાદ સાંજે આકાશી રુખ બદલાતા વિજળીની ગાજવીજ તથા ભારે પવન વચ્ચે ગોંડલ માં સવા ઇંચ તોફાની વરસાદ વરસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા. ગટરમાં પાણી જવાના બદલે ભૂગર્ભ ગટરમાંથી પાણી બહાર નીકળ્યાં હતા.
વરસાદ ને કારણે ખોડિયાર નગર , ઉમવાળા અંડર બ્રિજ,આશાપુરા અંડર બ્રિજ, સાતાપુલ માં પાણી ભરાયા હતા. જેને કારણે નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર પાણી ફરી વળ્યા હતા
માર્કેટીંગયાર્ડના કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ યોગેશભાઈ કયાડાએ જણાવ્યું હતું કે આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડું અને વરસાદનું વાતાવરણ હતું જેના હિસાબે અમારે આખો દિવસજે સવારે ડુંગળીની આવક કરેલ હતી, શેડમાં ઉતરાવેલ હતી આવક પુષ્કળ પ્રમાણમાં હોય જેમાં થોડીક ડુંગળી બહાર ઉતરાવેલ હતી જેની અમે સૌ પહેલા હરાજી કરવામાં આવી હતી અને આખો દિવસ ડુંગળીના તોલ ચાલતા હોય અત્યારે પાંચ સાડા પાંચ વાગ્યે એકાએક વાતાવરણમાં પલટો આવતા જે ખેડૂતોનો માલ જોખાઈ ગયો છે વેપારીઓનો માલ જે લીધેલા બહાર પડ્યા હતા ગાડીઓ હજી લોડિંગ નહોતી થઈ તેવા અમુક વકલો માથે વરસાદ પડ્યો છે એટલી જ નુકસાની છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
