<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

અમરેલીમાં ગૌમાંસની કતલ કરતા પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સખત સજા ફટકારતી અમરેલી સેશન્‍સ કોર્ટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૧: ગઈ તા.૦૫/૦૨/૨૦૨૧ ના રોજ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનના પી.આઈ.જે.જે.ચૌધરી સાહેબને બાતમી મળેલ મળેલ કે, બહારપરા ખાટકીવાડમાં રહેતા હુસેન ઉર્ફે ઉંચો મોર જમાલભાઈ કાલવા રહે.અમરેલીવાળો પોતાના રહેણાંક ધરમાં સામુદ્દીમાતાના મંદિર આજુબાજુના વિસ્‍તારમાં રખડતા વાછરડાઓને વહેલી સવારે પકડી લાવીને કતલ કરે છે. અને માંસનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે સીટી પોલીસ સ્‍ટેશનના પી.આઈ.જે.જે.ચૌધરી સાહેબ તથા પોલીસ ટીમ દ્વારા આરોપીને ત્‍યાં રેઈડ કરવામાં આવેલ અને રેઈડ દરમ્‍યાન આરોપી હુસેન ઉર્ફે ઉંચો મોર જમાલભાઈ કાલવા ગૌવંશની કતલ કરતા મળી આવેલ અને ત્‍યાં બાજુમાં ગૌવંશના ટુકડા પડેલા હોય, તથા કતલ કરવાના સાધનો મળી આવેલ હોય તથા સ્‍થળ ઉપર ઘણી માત્રામાં લોહી પડેલુ હોય તથા ૧૦ કિલો ગૌમાંસ પણ રેઈડ દરમ્‍યાન મળી આવેલ હોય અને આ અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હોય અને આ કામની તપાસ પી. એસ.આઈ.એમ.પી.પંડયા સાહેબ એ કરેલ હોય,ત્‍યારબાદ આ અંગેનો કેસ સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા સ્‍પેશ્‍યલ સરકારી વકીલશ્રી ચંદ્રેશ બી મહેતાની ધારદાર દલીલો તથા રજુ કરેલ આધાર પુરાવાઓને આધારે અમરેલીના સેશન્‍સ જજ રીઝવાના મેડમ બુખારી સાહેબ દ્રારા આરોપી હુસેન ઉર્ફે ઉચો મોર જમાલભાઈ કાલવા ને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-૫(૧)(ક)માં ૧૦(દસ)વર્ષની સજા અને રૂા. ૧,૦૦,૦૦૦/- નો દંડ અને જો  આરોપી દંડની રકમના ભરપાઈ ન કરે તો વધુ ૧ વર્ષની સજા તથા કલમ-૬ (ખ)માં ૧૦(દસ)વર્ષની સજા અને રૂા. ૧,૦૦,૦૦૦/- નો દંડ અને જો આરોપી  દંડની રકમના ભરપાઈ ન કરે તો વધુ ૧ વર્ષની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૨૯૫ માં ૨ વર્ષની સજા અને રૂા. ૨,૦૦૦/-નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ૨ માસની સજા તથા કલમ-૪૨૯ માં ૩ વર્ષની સજા અને રૂા. ૩,૦૦૦/-નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ૩ માસની  સજા કરેલ છે. ચુકાદો આવતા જ જીવદયા પ્રેમીઓમાં ખુશીની લાગણી છવાય ગયેલ છે.

(2:04 PM IST)