<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલે મોરબી, મોટા દહીંસરાની મુલાકાતે લીધી

 મોરબી, જીલ્લામા શક્‍તિસિંહ ગોહિલનું આગમન થયું ત્‍યારબાદ માળીયા તાલુકાના મોટા દહિંસરા ગામે મોમાઁઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ મુલાકાત લઈ માઁ ના દર્શન કરી મોટા દહિંસરા ખાતે આવેલ આહિર વિર ભોજાબાપાની પ્રતિમાને ફુલહાર કર્યા અને વવાણીયા રામબાઈ માઁ મંદિર ખાતે દર્શન કરી આહિર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી ત્‍યારબાદ ગાંધીજીના આધ્‍યાત્‍મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની જન્‍મભૂમિ પર જઈ દર્શન કર્યાં. આ તકે તેમની સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જીલ્લા મહિલા પ્રમુખ દમીયંતીબેન નિરંજની સહિતના આગેવાનો જોડાયા હતા.

(2:02 PM IST)