<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ગોધરા-દાહોદ હાઈવે પર એસટી બસ ભેંસો સાથે અથડાયા બાદ બસ સીધી ખાડામાં ઉતરી: ત્રણથી ચાર લોકોને ઇજા

ગોધરા નજીક નંદપુરા ગામ પાસે ભેંસોનું ટોળું આવી જતા એસટી બસના ડ્રાયવરે કાબૂ ગુમાવ્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે પર એસટી બસને અકસ્માત નડયો હતો. જેમાં ગોધરા નજીક નંદપુરા ગામ પાસે ભેંસોનું ટોળું આવી જતા એસટી બસના ડ્રાયવરે કાબૂ ગુમાવી દેતા એસટી બસ ભેંસો સાથે અથડાયા બાદ બસ સીધી ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાયવર સહિત ત્રણથી ચાર ઈજાગ્રસ્ત થયા હતા.

 

(10:33 PM IST)