News of Thursday, 22nd May 2025
મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટીના ફાઉન્ડર રંજનાબેન સારડાનો વનપ્રવેશ 51 મું બેઠુ, ઠેર ઠેર થી શુભેચ્છા અભિનંદન વર્ષા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી પંથકમાં સમાજસેવા, માનવસેવા, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, દીકરીઓને કરિયાવર, દિવ્યાંગોને પગભર કરવા ટ્રાયસિકલ અર્પણ, સૂર્યનારાયણના પ્રકોપ સામે માણવજીવોના તન મનને ટાઢક મળે તે માટે છત્રીઓ, સરબત વિતરણ કરવા જેવા અનેક અનેક, અગણિત સેવાના પ્રકલ્પો યોજી પોતાની સામાજીક જવાદારીઓ હંસતા મોંએ નિભાવતા અને રાષ્ટ્રહિતને સર્વોપરી માનતા મોરબીના "મુસ્કાન વેલ્ફેર સોસાયટી" ના ફાઉન્ડર રંજનાબેન સારડાનો આજે તા 22/5 ના જન્મદિન છે. 22/5/1975 માં અવતરણ પામેલા રંજનબેન આજે 50 વર્ષ પુરા કરી ઉમંગભેર 51 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
સ્વભાવે સરળ, માયાળુ, સેવાભાવાને વરેલા તેઓ વેલ એજ્યુકેટેડ છે. તેમના પતિ સુશીલ સારડા પણ CA ની ગૌરવપૂર્ણ પ્રેકટીસ કરવા સાથે મોરબી ઉદ્યોગજગત, વેપારી વર્ગમાં ખુબ આદરભર્યું સ્થાન ધરાવે છે.
સગા સબંધી, સ્નેહી, મિત્રો, સંસ્થાના સભ્યો, શુભચિંતકો તરફથી આજે રંજનાબેનના મો. 9726599930 પર શુભેચ્છા, અભિનંદન વર્ષા થઈ રહી છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
