News of Thursday, 22nd May 2025
કેશોદમાં બરસાના સોસાયટીમાં ડાયાભાઇ કુંભાણીનું ઘરમાં લપસી પડવાથી મોત

રાજકોટ તા. ૨૨: કેશોદની બરસાના સોસાયટીમાં રહેતાં વૃધ્ધ ઘરમાં લપસી પડતાં માથામાં ઇજા થવાથી મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ કેશોદમાં રહેતાં ડાયાભાઇ કાનાભાઇ કુંભાણી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ ગત ૧૨૯/૫ના સવારે અગિયારેક વાગ્યે ઘરમાં ચાલતી વખતે લપસી પડતાં માથામાં ઇજા થતાં કેશોદ ખાનગી હોસ્પિટલ, જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાતે તેમનું મોત થયું હતું.
ડાયાભાઇ ખેતીવાડીના સામાનની દૂકાન ધરાવતાં હતાં. તે ત્રણ બહેન અને પાંચ ભાઇમાં વચેટ હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
