<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ગોંડલમાં રાહુલ ચોહાણ પર સસરા, સાળાનો તલવાર-ધોકાથી હુમલો

પત્‍નિ રિસામણે હોઇ સંતાનને રમાડવા જતાં ડખ્‍ખો

 

રાજકોટ તા. ૨૨: ગોંડલમાં વિજયનગરમાં જેલ પાસે રહેતાં રાહુલ શશીકાંત ચોૈહાણ (ઉ.વ.૨૫) પર હોસ્‍પિટલ ચોકમાં તેના સસરાના ઘરે હતો ત્‍યારે સસરા રાજુભાઇ અને સાળા સાહિલે ધોકા, તલવારથી હુમલો કરી ઘાયલ કરી દેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

રાહુલ કલર કામની મજૂરી કરે છે. તેના સગાના કહેવા મુજબ રાહુલની પત્‍નિ હાલ રિસામણે છે. સંતાન પણ તેની પાસે હોઇ રાહુલ સંતાનને રમાડવા, ખબર પુછવા જતાં સસરા, સાળાએ અહિ તું શું કામ આવ્‍યો? કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(11:00 AM IST)