<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

વાવાઝોડું બનવાની સંભાવના ઓછીઃ સ્‍કાયમેટ

સૌરાષ્‍ટ્રના જુનાગઢ, સોમનાથ, અમરેલી વગેરે વિસ્‍તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રર :.. અરબ સાગરમાં કર્ણાટક નજીક સમુદ્રમાં લો પ્રેસર સિસ્‍ટમ આકાર લઇ રહી છે તે હવે આઇએમડી દ્વારા નોંધનીય બની છે. હાલ ગુજરાતને ઓરેન્‍જ એલર્ટમાં રખાયું છે.

જો કે આ સિસ્‍ટમ લો પ્રેસરમાંથી ડીપ્રેશનમાં પરીવર્તિત થઇ મજબૂત થશે. મહારાષ્‍ટ્ર-મુંબઇમાં વ્‍યાપક પ્રીમોન્‍સુન વરસાદ વરસાવી ગુજરાતના સૌરાષ્‍ટ્રના દક્ષિણ ભાગના કાંઠાળ વિસ્‍તાર નજીકથી પસાર થઇ પヘમિ તરફ ગતિ કરશે ત્‍યારે સૌરાષ્‍ટ્રના આ પ્રભાવિત વિસ્‍તારો વરસાદ માટે રેડ એલર્ટમાં આઇએમડી તબદીલ કરે તેવું લાગી રહ્યું છે.

સ્‍કાય મેટના વી. પી. મહેશ પલાવત સ્‍પષ્‍ટ જણાવે છે કે આ લો પ્રેસર સિસ્‍ટમ વધુ મજબૂત બની ડીપ્રેશન કે ડીપ ડીપ્રેશન બને પણ વાવાઝોડાનું સ્‍વરૂપ નહીં લઇ શકે. ગુજરાત અંગે મહેશ પલાવત જણાવે છે કે, ર૩, ર૪ તારીખે આ સિસ્‍ટમ લો પ્રેસર કે ડીપ્રેશન સ્‍વરૂપે ગુજરાતના જુનાગઢ-ગીર સોમનાથ, અમરેલી નજીકથી પસાર થશે ત્‍યારે ત્‍યાં આસપાસ તિવ્ર પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.

(11:15 AM IST)