News of Thursday, 22nd May 2025
અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણ વકર્યુઃ રિબડા ખાતે ૨૦થી વધુ ગામોના સરપંચો એકઠા થયાઃ લ્ત્વ્ની રચના કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ!
પરિવારે ૧૫-૨૦ દિવસમાં ન્યાય નહીં મળે તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારીઃ રીબડાની હોટેલોમાં દારૂ-જુગારના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપ

રાજકોટ, તા. રરઃ ગોંડલ તાલુકાના અમિત ખૂંટના આત્મહત્યા પ્રકરણમાં હવે મામલો વધુ ગરમાયો છે. આજે રિબડા ગામ ખાતે ગોંડલ તાલુકાના ૨૦ થી વધુ ગામોના સરપંચો અને તેમના પ્રતિનિધિઓ, ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સભ્યો સહિત અઢારેય વર્ણના આગેવાનો એકત્રિત થયા હતા. આ તમામ આગેવાનોએ મળતક અમિત ખૂંટના પરિવારજનોને ન્યાય મળે અને આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટનાથી રાજકોટ જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રિબડા ગામે એકત્રિત થયેલા સરપંચો અને ઉપસરપંચોએ અમિત ખૂંટ આત્મહત્યા કેસના આરોપીઓ વિરુદ્ધ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘અમિત ખૂંટને કાવાદાવા કરી ફસાવવામાં આવ્યા હતા.' વધુમાં, સરપંચોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમિત ખૂંટને હનીટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, જેના કારણે તેણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું પડ્યું. આ કેસના મુખ્ય આરોપીઓ અનિરૂદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા હજુ પણ ફરાર હોવાથી તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.
સરપંચોએ રીબડા ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓ અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, રીબડામાં આવેલી ઠાકરધણી હોટેલ અને બાપાસીતારામ હોટેલમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે અને જુગારના અડ્ડા પણ ચાલે છે. આ મામલે પણ તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
બિલિયાળા, ધુડશિયા, શિવરાજગઢ, દેવસડી, કન્ટોલિયા, વોરા કોટડા, જામ વાડી, ગુંદાળા, મૂંગા વાવડી, કોલીથડ, હડમતાળા, હરમડિયા, બેટાવડ, વાસાવડ, ધરાળા, પાટ ખીલોરી, મોટી ખીલોરી, દેરડી સુલતાનપુર, લીલાખા, નવા ગામ, ભંડારિયા, ચરખડી, વેકરી, પાટીદળ, આંબેડી, મોટા ઉમવાડા, નાના ઉમવાડા, વીંજીવડ, નાના સખપુર, સાજડીયાળી, ડહૈયા, વાસરા, ત્રાકુળા, ભરૂડી, ઘોઘાવદર.
મળતક અમિત ખૂંટના કાકા, જયંતીભાઈ ખૂંટે આ મામલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘જો ૧૫ થી ૨૦ દિવસમાં અમારા પરિવારજનોને ન્યાય નહીં મળે તો અમે સામૂહિક આત્મવિલોપન કરીશું.' આત્મહત્યા નોટમાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હોવા છતાં તેમની ધરપકડ ન થતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાય માટે પરિવારની આ અંતિમ ચીમકીથી પોલીસ અને વહીવટી તંત્ર પર દબાણ વધી ગયું છે. આ પ્રકરણ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યું છે.
ગોંડલથી જીતેન્દ્ર આચાર્યના અહેવાલ મુજબ રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં હજુ સુધી અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહ પોલીસ પક્કડ થી દુર હોય રીબડા અમીત ખુંટ નાં નિવાસસ્થાને તાલુકાનાં સરપંચો તથા આગેવાનોની પ્રેસ કોન્ફોરન્સમાં વહેલી તકે ભાગતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા સરકાર પાસે માંગ કરાઇ હતી.અમીત નાં કાકાએ પરીવાર દ્વારા આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી.
પ્રેસ કોન્ફોરન્સ માં અમીત ખુંટ નાં કાકા જેન્તીભાઈ ખુંટે કહ્યુકે અનિરુદ્ધસિંહ પંહોચતી વ્યક્તિ છે.જે હજુ સુધી પકડાયો નથી.રીબડા અમન ચૈન અને શાંતિ ઝંખેછે.જો પંદર વીસ દિવસ માં અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહ નહી જડપાઇ તો અમારો પરિવાર આત્મવિલોપન કરશે.
તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોળ એ કહ્યુ કે અમીત ખુંટ નાં પરીવાર પડખે આજે અઢારેય વર્ણ ઉભુછે.આ પ્રેસ કોન્ફોરન્સ માટે તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયત નાં તમામ સદસ્યો ૭૯ ગામડાનાં સરપંચો અહી હાજર છે.આ અન્યાય ની સામે ન્યાયની લડત છે. અમીતે ન્યાય માટે જીવ ખોયો છે.સરકાર ગુનેગારોની સત્વરે ધરપકડ કરે તે જરુરી છે.
નવાગામ નાં સરપંચ રમેશભાઈ કાકડીયા એ આક્ષેપ કર્યો કે અનિરુદ્ધસિંહ અને તેના મળતીયાઓ દ્વારા તેની ગેરકાયદેસર હોટેલ બાંધી તેમાં કલબો ચલાવેછે.અને દેશી દારુનુ વેચાણ કરેછે.આ પેશકદમીને ત્વરિત હટાવવી જોઈએ.
કિશાન મોરચાનાં પ્રમુખ લાલભાઈ તળાવીયાએ કહ્યુકે આરોપીઓ હજુ સુધી પોલીસ પક્કડ ની બહાર છે. અમીતે ગત વિધાનસભાની ચુંટણી માં રીબડામાં ભાજપનો જંડો ઉપાડ્યો હતો. રીબડામાં કયારેય ભાજપનું મતદાન થયુ ના હતુ. અમીતે ભાજપ તરફી મતદાન કરાવ્યુ હતુ. ત્યારથી અમીત ઉપર કાવાદાવા શરુ થયા હતા. તેનો કાંટો કાઢવા પ્રયત્નો કરાતા હતા. ત્યારે તેને ન્યાય મળવો જરુરી છે.
માર્કેટ યાર્ડ વેપારી મંડળનાં પ્રમુખ યોગેશભાઈ કયાડાએ કહ્યુકે અમીતને ફસાવનાર હની ટ્રેપ નાં માસ્ટર માઇન્ડ કોણ છે. એ ચિત્ર સ્પષ્ટ થઇ ચુકયુ છે. જેથી સીટની રચના કરી તપાસ કરવા માંગ કરી હતી. તેમણે કહ્યુ કે આગામી સમયમાં તમામ સમાજને સાથે રાખી રણનીતી ઘડાશે.
ભરુડીનાં ઇન્દ્રજિતસિહ જાડેજાએ જણાવ્યુ કે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ તથા રહીમને પકડવા ગળહમંત્રી રાજ્ય પોલીસ વડા સુધી રજુઆતો કરાશે. આરોપીઓ ક્રીમીનલ લોકો છે. ત્યારે પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસ માં જે રીતે અલગ અલગ સ્કોડ બનાવી તપાસ હાથ ધરાઇ હતી.તે રીતે પોલીસ ની સ્કોડ બનાવી તપાસ કરવા અને સુત્રધારોને જડપી લેવા તેમણે માંગ કરી હતી.
ગોવિંદભાઈ સગપરીયાએ કહ્યુ કે અમીત ની ઘટના પછી રીબડાનાં યુવાનો ડર અનુભવે છે. અમિતનાં મળતદેહ સ્વિકારતી વેળા પોલીસે આરોપીઓ ને જલ્દી જડપી લેવા ખાત્રી આપી હતી. પણ તેનુ પાલન થયુ નથી. અનિરુદ્ધસિંહની ગેરકાયદેસર પ્રવળતિઓ સરકાર જાણતી હોવા છતા કંઈ કરતી નથી.
તાલુકા પંચાયત સભ્ય હરિશચંદ્રસિંહ ઝાલા, મોટા ઉમવાડા સરપંચ ભુપતભાઇ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમર સહીતે વહેલીતકે અનિરુદ્ધસિંહ સહિત નાં મુખ્ય સુત્રધારોને જડપી લેવા સરકાર માં માંગ કરાશે તેવુ જણાવ્યુ હતુ.
પ્રેસ કોન્ફોરન્સ માં સામતભાઇ બાંભવા, દિપકભાઈ રુપારેલીયા, કરણસિંહ જાડેજા, બેટાવડ સરપંચ હરુભા, ઘોઘાવદર સરપંચ હરેશભાઈ સાવલીયા સહિત સરપંચો હાજર રહ્યા હતા.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
