<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

દ્વારકામાં ગોમતી નદીમાં ડૂબી ગયેલા પાટણ જિલ્લાના બંને લોકોના મૃતદેહ આજે સવારે મળ્યા

પંચકુઈ વિસ્તારમાં આવેલ દરિયા કિનારે બંને લાપતા યુવકોના મૃતદેહ નગરપાલિકાના ફાયરો જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૨ : દ્વારકામાં ગઈકાલે ગોમતી નદીમાં પાટણ જિલ્લાના બે લોકો ડૂબી ગયેલા બંને લોકોના મૃતદેહ આજે સવારે મળ્યા હતા.

          .દ્વારકા નગરપાલિકા ના ફાયર વિભાગની ટીમ દ્વારા ગઈકાલથી શોધખોળ ચાલુ હતી આજે બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.ગોમતી નદી સામે પંચકુઈ વિસ્તારમાં આવેલ દરિયા કિનારે બંને લાપતા યુવકોના મૃતદેહ નગરપાલિકાના ફાયરો જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

બંને મૃતદેહને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ તપાસ હાથ ધરી છે.

(11:25 AM IST)