<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

એન્‍ડિંગ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન ગ્‍લોબલી થીમ આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણી થશે

જૂનાગઢમાં આજથી શાળા-કોલેજો, બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન, સહિતના સ્‍થળોએ ‘પ્‍લાસ્‍ટીક મૂકત અભિયાન' અંતર્ગત કાર્યક્રમો

જૂનાગઢ, તા.૨૨: વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જનજાગળત્તિલક્ષી કાર્યક્રમોના આયોજન અર્થે  જૂનાગઢ જિલ્લાના ઈન્‍ચાર્જ  અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી  પી.એ. જાડેજાના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક યોજાઇ હતી. આ વર્ષે એન્‍ડિંગ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન ગ્‍લોબલી થીમ આધારિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે.

રાજ્‍ય સરકાર દ્વારા આગામી તા.૨૨ મે થી ૫ જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઇને પ્‍લાસ્‍ટીક મૂક્‍ત અભિયાન અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી એ ઉપસ્‍થિત સંલ્‍ગન અધિકારીશ્રીઓને સુચારું આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્લ્‍ડ એન્‍વાયર્મેન્‍ટ ડેની ઉજવણીના પ્રિ-કેમ્‍પેઈનમાં જૂનાગઢ  જિલ્લામાં પર્યાવરણને અનુલક્ષીને આગામી તા.૨૨ મેથી ૫ જૂન સુધી શાળા-કોલેજો, બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન, વિવિધ શહેરી અને ગ્રામ્‍યસ્‍તરે પ્‍લાસ્‍ટીક મૂક્‍ત અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોના માધ્‍યમ થકી લોકોને પ્‍લાસ્‍ટીક મૂકત અંગેનો સંદેશો અપાશે.

આ બેઠકમાં એસટી, ચેમ્‍બર ઓફ કોમર્સ, ખેતીવાડી, આઈસીડીએસ અને આરોગ્‍ય વિભાગ સહિતના સંલ્‍ગન અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

રોજગાર કચેરી દ્વારા ભરતી મેળો

જિલ્લાનાં રોજગારવાંચ્‍છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્‍ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્‍ય એકમ વેલ્‍સ્‍પુન લિવિંગ લિમીટેડ મુ.વર્ષામેડિ, અંજાર (કચ્‍છ) તથા એચ.આર.ટેલેન્‍ટ શોલ્‍યુશન પ્રા.લી ના પે-રોલ પર ( બિલ્‍ડ કાસ્‍ટ સોલ્‍યુશન પ્રા.લી. મુંદ્રા કચ્‍છ) કંપની ખાતે મશીન ઓપરેટર અને કંટ્રક્‍શન હેલ્‍પરની જગ્‍યાઓ માટે જગ્‍યાને અનુરૂપ ધો. ૭ થી ૧૦ પાસ કે આઇ.ટી.આઇ., ડિપ્‍લોમાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્‍છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે તા.૨૩/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.

ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્‍છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્‍તાવેજો સાથે ભરતીમેળા સ્‍થળ પર ઉપસ્‍થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્‍છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્‍યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

(11:26 AM IST)