<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ટંકારા પાસે ૯૦ લાખની ધાડમાં બે શખ્‍સો પોલીસના સકંજામાં

રાજકોટની આંગડીયા પેઢીના માલીકની કારનો પીછો કરી ટક્કર મારી ૭ શખ્‍સો ફિલ્‍મી ઢબે રોકડ રકમ ભરેલ બે થેલા લઇ છનન : ડીવાયએસપી સમીર સારડાએ વિગતો જાહેર કરી

તસ્‍વીરમાં કાર અને ઘટના સ્‍થળે દોડી ગયેલ પોલીસ નજરે પડે છે. (તસ્‍વીરઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા)

(પ્રવિણ વ્‍યાસ અને જયેશ ભટ્ટાસણા દ્વારા) મોરબી-ટંકારા,  તા.૨૨ : ટંકારા નજીક દિલધડક લૂંટ નહિ પણ ધાડ ! સાત શખ્‍સોએ કારને ટક્કર મારી ધાડ પાડી.

રાજકોટ - મોરબી હાઇવે ઉપર બુધવારે સાંજે પાંચેક વાગ્‍યાના અરસામાં રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર મારી લાખો રૂપિયાની દિલધડક લૂંટના કિસ્‍સામાં સાત આરોપીઓએ રોકડ રકમ લઈ ગયા હોય બનાવ ધાડનો હોવાનું સામે આવ્‍યું છે. જો કે, ધાડપાડુંની એક કાર અકસ્‍માતગ્રસ્‍ત બન્‍યા બાદ બીજી કારમાં રોકડ લઈને નાસી ગયા બાદ નાકા બંધીમાં બે આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્‍યું છે.

ટંકારા નજીક ધાડની ઘટના અંગે ડીવાયએસપી સમીર સારડાએ વિગતો આપતા જાહેર કર્યું હતું કે, રાજકોટમાં ટીટેનિયમ એન્‍ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ચલાવતા ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી બુધવારે ધંધાના કામે લાખો રૂપિયાની રોકડ રકમ લઈ મહિન્‍દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવતા હતા ત્‍યારે ટંકારા નજીક એક પોલો અને બલેનો કારના ચાલકે તેમની કારનો પીછો કરી ખજૂરા હોટલ પાસે કારની પાછળ જોરદાર ટક્કર મારતા કાર ડિવાઈડર કૂદી ગઈ હતી. બીજી તરફ બન્ને કારમાં રહેલા ધાડપાડું ગેંગના સાત જેટલા સભ્‍યોએ કારને ટક્કર માર્યા બાદ ધોકા સાથે ધસી આવી કારના કાચ તોડી નાખ્‍યા હતા. જો કે, આંગડિયા પેઢીના નિલેશભાઈ ભાલોડીના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી કારને ખજૂરા હોટલ નજીક વાળી લેતા ધાડપાડુઓ નીચે ઉતરી કારનો પાછળનો દરવાજો ખોલી લાખો રૂપિયાની રોકડ રકમ લઈ નાસી ગયા હતા.આ ઘટનામાં ધાડપાડું શખ્‍સોની કાર અકસ્‍માતગ્રસ્‍ત બનતા બનાવ સ્‍થળે નંબર પ્‍લેટ વગરની અન્‍ય કારમાં રોકડ રકમ લઈને નાસી ગયા હતા.

ટંકારા નજીક ધાડની ઘટનાને અંજામ આપનાર સાત આરોપીઓ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઘટના બાદ નાકાબંધી કરનાર પોલીસના હાથે સાત પૈકી બે આરોપીઓ હાથ આવી ગયા હોવાનું અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હોવાના બિન સતાવાર અહેવાલ મળી રહ્યા છે.

દરમિયાન આ મામલે  ટંકારા પોલીસમાં આંગડીયા પેઢીના માલિકે ૯૦ લાખની લુંટ ધાડ થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે

રાજકોટના રહેવાસી નીલેશભાઈ મનસુખભાઈ ભાલોડી એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા સાહેદ પોતાની કાર મહિન્‍દ્રા xuv 300 જીજે 03 એનકે ૩૫૦૨ લઈને પોતાની આંગડીયા પેઢીના ૯૦ લાખ રૂપિયા રોકડા લઇ રાજકોટ થી મોરબી જતા હોય દરમિયાન અજાણ્‍યા આરોપી પાંચથી સાત માણસો નંબર પ્‍લેટ વગરની પોલો કાર તથા બલેનો કાર લઈને આવીને નીલેશભાઈનો પીછો કરી કાર રોકાવી આંતરી લઇ નીલેશભાઈ તથા સાહેદની કાર લાકડાને લાકડાના ધોકા તથા છરી તથા પાઈપ વડે કારનો કાચ તોડી હુમલો કરી નુકશાન કરી નીલેશભાઈ તથા સાહેદ કાર લઇ આગળ જતા આરોપીઓએ પીછો કરી ખજુર હોટલ ટંકારા પાસે પહોચતા નીલેશભાઈની કારને આરોપીઓએ કારની ઠોકર મારી કાર રોકી કારમાંથી રોકડ રકમ રૂ.૯૦ લાખની લુંટ ધાડ કરી નાશી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે

આ ધાડમાં સંડોવાયેલ સાત પૈકી બે શખ્‍સોને પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે અને અન્‍ય પાંચ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

(12:35 PM IST)