<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

વેરાવળમાં કમોસમી વરસાદે મુખ્‍ય બજારમાં ગંદા પાણી ભરાયા

વેપારીઓમાં નારાજગી ગ્રાહકો બજારમાંથી પરત ફર્યા

વેરાવળ, તા.૨૨: વેરાવળ સામનાથ સુત્રાપાડા વિસ્‍તારમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થયેલ હતો આશરે ૧૫ મીમી વરસાદ પડેલ હતો આ વરસાદ થી રોડ ભીના થયેલ હતા જયારે વેરાવળની મુખ્‍યબજાર સટાબજાર, સુભાષ રોડના નાકે અડધો ફુટ જેટલા પાણી ભરાઈ જતા વેપારધંધા ઠપ થઈ ગયેલ હતા વર્ષોથી થોડાક વરસાદ માં ગંદા પાણી આટલા વિસ્‍તારમાં ભરાઈ જતા બંન્ને મુખ્‍યબજારમાં ગ્રાહકો જઈ શકતા નથી તેમજ સ્‍વામીનારાયણ મંદિર, હવેલી આવેલ હોય ત્‍યાં દશનાર્થીઓ પણ દર્શનાર્થે જઈ શકતા નથી આ પાણી ભરાતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળેલ, ગ્રાહકો બજારમાંથી પરત ફરેલ હતા વેપારીઓ તથા ગ્રાહકોએ જણાવેલ હતું કે વરસાદ પહેલાની કોઈપણ કામગીરી આ વિસ્‍તારમાં થતી નથી, ગટરો ભરાઈ ગયેલ હોય છે થોડાક પાણી પડવાથી ગંદા પાણી બહાર આવે છે જેથી ભારે બદબુ ફેલાય છે કાયમી સમસ્‍યા દુર કરવા માંગ કરાયેલ છે.

(1:47 PM IST)