<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રાત્રીના 8 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં વરસાદ :સૌથી વધુ રાજકોટમાં અઢી ઈંચ વરસાદ પડ્યો

અમરેલીના કુંકાવાવ વડલામાં 48 મી.મી. જામનગરના જામજોધપુરમાં 25 મી.મી. ગોંડલમાં 18 મી.મી., પોરબંદરના રાણાવાવમાં 17મી.મી વરસાદ

અમદાવાદ :રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના પગલે છેલ્લા ચાર દિવસથી અનેક જિલ્લામાં વરસાદ વરસી રહયો છે ત્યારે  આજે 22મી મેને ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં,  રાજકોટમાં 66, અમરેલીના કુંકાવાવ વડલામાં 48, જામનગરના જામજોધપુરમાં 25, રાજકોટના ગોંડલમાં 18, પોરબંદરના રાણાવાવમાં 17, જૂનાગઢના ભેંસાણમાં 17, રાજકોટના લોધિકામાં 13, સુરેન્દ્રનગરના વઢવાણમાં 4, સુરેન્દ્રનગરના સાયલામાં 4 મિ.મિ. વરસાદ નોંધાયો છે.

 

(10:03 PM IST)