<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ. ૭૦૦ લાખના ૨૫૭ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર.

સાંસદની જોગવાઈ હેઠળના ૧૪૧ કામો પૈકીના પૂર્ણ થયેલા અને પ્રગતિના કામોની સમીક્ષા કરાઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી : મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની રૂ. ૭૦૦ લાખના ૨૫૭ જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર કરવા યોજાયેલી આ બેઠકમા તાલુકા આયોજન સમિતિઓ અને નગરપાલિકાઓ આપેલ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ તકે વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના કામોની  સમીક્ષા કરાઈ હતી. સાંસદની જોગવાઈ હેઠળના ૧૪૧ કામો પૈકીના પૂર્ણ થયેલા અને પ્રગતિના કામોની સમીક્ષા કરાઈ હતી. કલેકટર કે. બી. ઝવેરીએ પ્રગતિ હેઠળના તથા પૂર્ણ થયેલા વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. નવા અને પ્રગતિના કામો ઝડપથી અને ગુણવત્તાસભર રીતે કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

(10:12 PM IST)