News of Thursday, 22nd May 2025
અમરેલીના વડીયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા વરસાદ, કેટલાક ગામોમાં પડયા કરા: વીજળી ગુલ
રામપુર, તોરી, અનિડા ગામે કરા સાથે વરસાદ ખાબક્યો: ઢૂંઢીયા પીપળીયા દેવળકી, બરવાળા, બાવળ સહિતના ગામોમાં વરસાદ

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે. આ દરમિયાન આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો, અમરેલીના વડીયા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસ્યો કમોસમી વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
વડીયા શહેર સાથે વડીયા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના વાવડ આવ્યા છે. વડીયાના રામપુર, તોરી, અનિડા ગામે કરા સાથે વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. વડીયાના ઢૂંઢીયા પીપળીયા દેવળકી, બરવાળા, બાવળ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ઢળતી સંધ્યાએ મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવનથી વડિયામાં વીજળી ગુલ થઈ છે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
