<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ધ્રાંગધ્રામાં હનીટ્રેપ ગેંગ સક્રિય બની

એક વેપારી-એક કર્મચારી શિકાર બન્‍યાની ચર્ચા

(કુણાલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૩: ધ્રાંગધ્રા શહેરમાં હનીટ્રેપ ગેંગ સક્રિય બની છે. ત્‍યારે શહેરની સરકારી ઓફીસ ફરજ બજાવતા એક કર્મચારી અને વેપારી આ હનીટ્રેપ ગેંગના શિકારનો ભોગ બન્‍યા છે. ત્‍યારે ૬ આંકડાની રકમ ચૂકવી પડીને મામલો થાળે પાડ્‍યાની શહેરમાં ભારે ચર્ચા જાગી છે. ત્‍યારે ભોગ બનનાર સમાજમાં આબરું જવાની બીકે ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી ફસાવનાર ગેંગને સફળતા મળી જાય છે. ધ્રાંગધ્રા શહેરમાં મહિલા સાથેની એક ગેંગ વેપારી અને સરકારી કર્મચારી હનીટ્રેપમાં ફસાવી તોડ કરવામાં સક્રિય બની છે. આ ગેંગનો અગાવ અનેક લોકો શિકાર બની ગયાની ચર્ચા જાગી છે.

ફરી મહિલા સાથેની ગેંગ સક્રિય બની છે. ત્‍યારે ગેંગમાં સામેલ મહિલા વેપારીની દુકાને અને સરકારી કર્મચારી ઓફીસ કામકાજ માટે જઈને મીઠી મીઠી વાતો કરી પોતાની મોહજાળમાં ફસાવી મોબાઇલ નંબર લઈને મોબાઇલમાં મીઠી મીઠી વાતો કરી રેર્કોડિંગ કરી લે છે. ત્‍યારે વેપારીની દુકાન કે સરકારી કર્મચારીની ઓફીસ મહિલા મળવા જાય ત્‍યારે પાછળથી તેની ગેંગના સાગરિતો આવી વેપારી અને સરકારી કર્મચારી ધમકાવીને તેમના કારનામાની પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી દેકારો કરવાનું જણાવીને બાદમાં ડરી ગયેલ વ્‍યક્‍તિ પાસે પૈસાની રકમની માગણી કરીને ૬ જેટલા આંકડાના રકમનો તોડ કરે છે.

આમ હમણા આ પ્રકારના ૨ બનાવ ધ્રાંગધ્રા શહેરમાં બન્‍યાની ભારે ચર્ચા જાગી છે. ત્‍યારે ભોગ બનનાર સમાજમાં પોતાની આબરું જવાની બીકે ફરિયાદ કરવાનું ટાળીને મૂંગામોઢે પૈસા આપીને મામલાને દબાવી દે છે. ત્‍યારે અગાઉ પણ હનીટ્રેપ ગેંગના અનેક લોકો શિકાર બની ગયા હોય ફરી સક્રિય બન્‍યાની ચર્ચા જાગી છે. આગળની જેમ પૈસા આપી મામલો દબાવી દીધાની ચર્ચા જોવા મળી રહી છે. ત્‍યારે શહેરના વેપારી અને સરકારી કર્મચારી આવી મહિલાનો શિકાર ન બને તે માટે આવી મહિલાથી દૂર રહેવાનું ઉચિત માને છે.

(10:46 AM IST)