News of Friday, 23rd May 2025
કુંકાવાવ-વડિયા-ર, જામજોધપુરમાં ૧ ઇંચઃ ગોંડલ પંથકમાં વિજળી પડતા ૧નુ મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ-પવન સાથે કમોસમી વરસાદ પડતા પાકને ભારે નુકશાનઃ વૃક્ષો પડયા

ગોંડલ : ભારે વરસાદને લઇને ગોંડલના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા અનેક રસ્તાઓ બંધ થઇ ગયા હતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.
(તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા અનેક જગ્યાએ મીની વાવાઝોડુ ફુંકાયુ છે અને અનેક જગ્યાએ વૃક્ષો, હોર્ડિંગ્સ પડયા હતાં.
અમરેલીના કુંકાવાવ-વડીયામાં ર ઇંચ, જામનગર જીલ્લાના જામજોધપુરમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :.. ગોંડલ માં દિવસભર નાં અસહ્ય બફારા બાદ સાંજે પાંચ કલાકે વાતાવરણ પલટાયુ હતુ.મીની વાવાઝોડા સાથે ભારે પવન ફુંકાયો હતો અને તોફાની વરસાદ ત્રાટકતા માત્ર દશ મીનીટ માં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.તાલુકાનાં વેજાગામે વિજળી પડતા પ્રૌઢનું મોત નિપજ્યુ હતુ.
ગોંડલ માં મીની વાવાઝોડાનાં કારણે તુલસીબાગ, મહાદેવવાડી, મહીલાકોલેજ, પેલેસ રોડ સહિત અન્ય વિસ્તારોમાંમાં તોતીંગ વળક્ષો ધરાશય થયા હતા.સિવિલ હોસ્પીટલ પાસે વિજ થાંભલો પડી ગયો હતો.અનેક જગ્યાએ વિજ વાયર તુટતા વિજ પુરવઠો ખોરવાતા શહેર માં અંધકાર પટ છવાયો હતો. મોડી રાત સુધી શહેર નાં કેટલાક વિસ્તાર માં વિજપુરવઠો ખોરવાયેલો રહયો હતો. વાવાઝોડા અને વરસાદ ને કારણે નગરપાલિકા તથા પીજીવીસીએલ તંત્ર ને દોડાદોડી થઈ પડી હતી.વરસાદ વરસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા.તાલુકા નાં વેજાગામ ની સીમમાં વાડી માં કામ કરી રહેલા મુળ રાજસ્થાન નાં શંકરસિંહ હજારીસિંહ ચૌધરી ઉ.૪૮ નું વિજળી પડતા મોત નિપજ્યુ હતુ.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાંજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.૪, મહત્તમ તાપમાન ૩૬.૬, ભેજનું પ્રમાણ ૭૭ ટકા, પવનની ગતિ ૧ર.૮, કિ. મી. રહી હતી. (પ-૮)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
