<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

રવિવારથી કોલી યુકેમાં પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૩: આગામી તા.૨૫ ને રવિવારથી તા.૩૧ શનિવાર સુધી કોલી યુકે ના એપલ ટ્રી સેન્‍ટર આઇ ફિલ્‍ડ એવ ન્‍યુ કાવલી આરએચટીઆઇઓએ એફ ખાતે દરરોજ સાંજે ૪ થી ૭/૩૦ કલાક સુધી પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થનાર છે. દેશવિદેશમાં અસંખય કથા યોજી લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર આંતરરાષ્‍ટ્રીય ભાગવતચાર્ય પુ.ભાઇશ્રી ના મુખે કથા સાંભળવી એ પણ એક લ્‍હાવો છે. તા. ૨૨ ઓગસ્‍ટ થી ૨૯ ઓગસ્‍ટ દરમ્‍યાન પણ  યુકે માં ફરી પુ ભાઇશ્રીની કથા યોજાનાર છે. પુ.ભાઇશ્રી ની યુકે ખાતે યોજાનાર કથાને લઇ ગુજરાતી હરિભકતોમાં ખુબ ઉત્‍સાહ પ્રવર્તી રહયો છે.અને પુ.ભાઇને વધાવા થનગનાટ જોવા મળી રહયો છે.

(10:56 AM IST)