તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 23rd May 2025
પોરબંદરથી સોબર ગ્રૂપ દ્વારા હાથલા શનિદેવની પદયાત્રા
શનિ જયંતી અવસરે આયોજનઃ પદયાત્રીકો માટે નાસ્તો ચા-પાણી ઠંડા શરબતઃપદયાત્રીકો માટેના ફોર્મ વિતરણ

(ભીખુભાઇ મહેતા દ્વારા) (પોરબંદર, તા. ૨૩: સોબર ગ્રુપ દ્વારા આગામી તા. ૨૭ મીએ મંગળ વારે શનિજયંતિ નિમિતે આગલી રાત્રીના તા.૨૬ મીએ સોમવારે પોરબંદરથી હાથલા (શનિદેવ) પદયાત્રાનું આયોજન કરેલ છે.
ધર્મ પ્રેમી જનતા ને આ પદયાત્રા મા જોડાવા હાર્દિક આમંત્રણ છે જેમનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી પદયાત્રા દરમિયાન પોરબંદર થી દેગામ. બાબડા બગવદર રામવાવ કુડવદર વગેરે જગ્યા એ નાસ્તો ચા-પાણી ઢંડાપીણાં વગેરેનું અલગ અલગ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે.
આ પદયાત્રા આયોજન મા જોડાવા માટે આગોતરા ફોર્મ ભરી લેવું ફોર્મ મેળવવા માટે ૧ વચ્છરાજ એન્ટર પ્રાઇઝ જયુબેલી રોડ વિશ્વા ક્લિનિક ની સામે ૨ શિવ પાન સુતાર વાળો કેદારેશ્વર મંદિર પાછણ વધુ વિગત માટે સોબર ગ્રુપ ઓફ પોરબંદર પ્રમુખ શ્રી વીનેશ ભાઈ ચોલેરા મો. ૯૭૨૫૩ ૭૫૫૫૩ ઉપ પ્રમુખ ભીખુ ભાઈ મહેતા મો.૯૮૨૫૭ ૩૬૬૭૪ હિતેશ ભાઈ ચંદારાણા મો.૯૫૮૬૪ ૫૦૧૦૭ કોઇપણ એક મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. (૩.૫)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
