<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

દડીયા ગામે જાતે મકાન તોડી જમીન ખૂલ્લી કરી

હાલારમાં અસામાજિકો સામે ઝૂંબેશ યથાવત

જામનગર, તા.૨૩: પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારના દડીયાગામે વસવાટ કરતી પ્રોહી બુટલેગર રશીલાબેન ડો.ઓ ઓઘળભાઇ જાટીયા  વિરુધ્ધ  અનેક ગુન્હ દાખલ થયેલ હોય જે પૈકીના ઘણા ગુન્હા સાબીત પણ થયેલ હોય તેમજ આ ઇસમ અસામાજીક પ્રવ્રતી સાથે પણ ઘણા લાંબા સમયથી સંકળાયેલ હોય અસામાજીક તત્વોની યાદીમા તેનો સમાવેસ કરવામાં આવેલ જે અનુસંધાને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમાં જુદા વિસ્તારોમાં અસામાજીક તત્વો દ્વારા કરેલ ગેરકાયદેસર અનઅધિકૃત દબાણ દુર કરવાની કાર્યવાહી ચાલુમા હોય જે અંતરગત ઉપરોકત ઇસમનુ દડીયાગામ ખાતે સરકારી જમીન પર આવેલ આશરે ૧૨૦૦ સ્કવેરકુટવાળુ મકાન જેની આશરે કીમત-૩.૯,૦૦,૦૦૦/- વાળુ રહેણાક મકાનનું દબાણ દુર કરવા કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવતા મજકુર મહીલાએ પોતે તેનું અનઅધિકૃત રહેણાક મકાન જેમાં બે રૂમ તથા ઓશરી વાળુ મકાન પોતાની જાતે તોડી પડાવી સરકારી જમીન ખુલ્લી કરાવેલ છે.

(12:46 PM IST)