<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જૂનાગઢ જિલ્લામાં ગુન્હાઓ આચરતી ડી.કે. શેઠની ગેંગ વિરુધ્ધમાં ગુજસીટોક ગુન્હામાં વધુ એક આરોપીની અટક

જુનાગઢઃ તા.ર૩, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ટોપ- ૨૫ લીસ્ટ પૈકીનો અનુ નં.૧૯ નો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.૩૦૩, જૂનાગઢ જી. જૂનાગઢ વાળો પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ રાજયમાંથી ભા૨તીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર ધીરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયાએ મોટો આર્થિક નફો મેળવવા ગે.કા. રીતે બહારના રાજયમાંથી ભા૨તીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે એક ગેંગ ઉભી કરેલાનું જણાઈ આવતા ધીરેન કારીયા સહીત ૮ આરોપી વિરુધ્ધ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૨૦૧/૨૦૨૫ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઈમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧) (૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ ૪ ઇસમોને અટક કરવામા આવેલ.

હાલ નાસતા ફરતા રહેલ આરોપી પૈકી મુખ્ય આરોપી ધીરેન અમૃતલાલ ડારીયાની તપાસ દરમ્યાન જાણાઈ આવેલ કે આર.કે. આંગડીયા પેઢીના સંચાલક દ્રારા સંગઠીત ટોળકીના મુખ્ય આરોપી- ધીરેન કારીયાના દારૂના ધંધાના નાણાકીય વ્યવહારો અંગે પોતાના મોબાઇલ ફોનમાાં કેશબુક એપ્લીકેશનમા વ્યવહારોની નોંધ ક૨વામા આવેલ હોય જેમા તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૨૫/૦૪/૨૦૨૫ સુધીના ધીરેન કારીયાના આથીક નાણાકીય વ્યવહારોની લેતી-દેતીનુ કુલ ટ્રાન્જેકશન રૂપીયા -૯૨,૧૦,૧૫૦/-નુ થયેલ જે વ્યવહારો મુખ્ય આરોપી- ધીરેન કારીયાના પુત્ર પરમ ધીરેન કારીયા દ્વારા એપ્રીલ-૨૦૨૫ માસમાં કુલ-૦૯ વખત નાણાકીય વ્યવહારો કરવામા આવતા હોવાનુ CASHBOOK એપ્લીકેશન ના રીપોર્ટમા તેમજ રૂપીયાની ઉપાડ તથા જમા કરાવવા આવતા હોવાનુ આંગળીયા પેઢીના  ફુટેજમાં જોવામા આવેલ તેમજ ઉપરોકત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોકનો ગુન્હો દાખલ થયેલ હોવા છતા ગેંગે પોતાની ગુન્હાઈત પ્રવ્રુતી સતત શરુ રાખી જેમા ગેંગ લીડર ધીરેન કારીયા સાથે ટેલીગ્રામ ચેનલથી સંપર્કમા ૨હી તમામ નાણાકીય વ્યવહારો પરમ ધીરેન કારીયા સંભાળતો હોય અને ગુજ.સી.ટોકનો ગુન્હો દાખલ થયેલ ગેંગને મદદગારી કરતો હોવાનું જણાઈ આવતા તેના વિરુધ્ધમા ઉપરોકત પુરાવા ધ્યાને લઈ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયા તરફ નાયબ પોલીસ અધીક્ષક હીતેષ ધાંધલ્યા દ્રારા મંજુરી અર્થે મોકલતા મંજુરી આવતા ગુજ.સી.ટોકના ગુન્હામા મદદગારી કરવા સબબ અટક ક૨વામા આવેલ.

 તે સમયે તેમના પરીવારના સભ્યો એક ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર ગાડી લઈ આવતા જે ગાડીના રજી. નં.GJ-01-HU-8987 ની ચેક કરતા ઓરીજીનલ કલર સુપર વ્હાઈટ રજીસ્ટ્રેશનના કાગળોમા મળી આવેલ પરંતુ સદરહુ ગાડી કાળા કલરની હોય જે બાબતે ચલાવનાર ઈસમને પુછતા તેઓએ જણાવેલ કે અમોએ કલર કરાવેલ છે જેથી મજકુર ઈસમે સદરહુ ગાડી કોઈ પણ આર.ટી.ઓની મંજુરી લીધા વગર કરાવેલ હોય જેથી સદરહુ ગાડીને એમ.વી.એકટ.૨૦૭ મુજબ ડીટેઈન કરવામા આવેલ છે.

(1:11 PM IST)