News of Friday, 23rd May 2025
પંજાબથી કચ્છના મુંદ્રા જઇ રહેલો ૧ કરોડ ૩૧ લાખનો ર૪ હજાર બોટલ દારૂ-બીયર ઝડપાયોઃ એસએમસી ત્રાટકયું
ડ્રાઇવર-કલીનર સહિત બે ઝડપાયા : પંજાબના સપ્લાયર અનિલ પંડયા અને મુંદ્રાના દારૂના ધંધાર્થી સહિત ૩ ની શોધખોળ

રાજકોટ, તા., ૨૩ : સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયા અને પીએસઆઇ ડી.પી.ભાટીને મળેલી બાતમીને આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બુટ ભવાની પેટ્રોલ પંપ, દર્શન હોટેલ, વસ્તડી ગામ નજીકથી પસાર થઇ રહેલા એક ટેન્કરને અટકાવી તલાસી લેતા દારૂ -બીયરનો ર૪,૬૩૦ બોટલ અને ટીનના બોકસ ભરેલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવર છુટરારામ નારાયણરામ જાટ અને કલીનર માંગીલાલ તેજારામ ચૌધરીને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે.
એસએમસીની તપાસમાં બહાર આવ્યા મુજબ આ જથ્થો પંજાબના મુખ્ય સપ્લાયર અનિલ પંડયાએ કચ્છના બુટલેગરને મોકલ્યો હતો. જે પંજાબથી અન્ય એક શખ્સે ભરી આપ્યો હતો. આ ત્રણેય શખ્સોના મોબાઇલ નંબર પરથી તેમનું પગેરૂ મેળવવા પ્રયાસો થઇ રહયા છે. જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ટેન્કર ઝડપી લેવાયું હતું.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
