<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જૂનાગઢ: સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર એક્શનમાં : માંગરોળ બંદરની 2000થી વધુ બોટોને પરત બોલાવાઈ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી : તમામ બોટો બંદર પર લાંગરી દેવાઈ

અમદાવાદ :રાજ્યમાં વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. 

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઇ તંત્ર દ્વારા દરિયાઇ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ સંભવિત વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર આવ્યું એક્શન મોડમાં છે. માંગરોળ બંદરની 2000થી વધુ બોટોને પરત બોલાવાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તમામ બોટો બંદર પર લાંગરી દેવામાં આવી છે.

 

(8:14 PM IST)