<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ભાણવડના ઢેબર ગામમાં મોટી દુર્ઘટના : વાડીમાં ટ્રેકટરમાં રમતા બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં પડ્યા :એક બાળકનું મોત

એક બાળકને સામાન્ય ઈજા પહોંચી: 13 વર્ષના ઈબ્રાહીમ હિંગોરાના મોતથી ગામમાં શોકનો માહોલ

)કૌશલ સવજાણી દ્વારા) દેવભૂમિ દ્વારકા:  જિલ્લામાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભાણવડના ઢેબર ગામમાં વાડીમાં ટ્રેકટરમાં રમતા બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનમાં 13 વર્ષના એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોંચી છે. 13 વર્ષના ઈબ્રાહીમ હિંગોરાના મોતથી ગામમાં શોકમો માહોલ જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ,  દેવભૂમિ દ્વારકાના ભાણવડના ઢેબર ગામમાં ખેતરમાં ટ્રેક્ટરમાં બાળકો રમતા હતાં. રમત રમતમાં બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું હતું. આ ટ્રેક્ટર સીધુ જ કૂવામાં ખાબક્યું હતું. બાળકો પણ ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હતાં. આ ઘટનામાં 13 વર્ષના ઈબ્રાહીમ હિંગોરા નામના બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોચી હતી.

ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ટ્રેક્ટર અને બાળકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. 13 વર્ષના ઈબ્રાહીમ મામદ જુસબ હિંગોરા નામના બાળકનું મોત થતાં સમગ્ર ગામમાં શોક ફેલાયો હતો

(12:09 AM IST)