News of Saturday, 24th May 2025
વંથલી પાસે ઈલેક્ટ્રીક બોક્સ સાથે બાઈક ટકરાતા યુવકનું મોત
રાણીગપરાનો યુવાન તેના ગામથી પેઢલા ગામ જતો હતો ને અકસ્માત નડયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪: વંથલીના શાપુર પાટિયા પાસે ઈલેક્ટ્રીક બોક્સ સાથે બાઈક અથડાતા રાણીગપરાના યુવકનું ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું.
કેશોદ તાલુકાના રાણીગપરા ગામના ૨૭ વર્ષીય મયુરકુમાર ઉર્ફે સાગર ભુપતભાઈ મકવાણા નામનો યુવાન ગુરુવારે બપોરે બાઈક પર બેસીને રાણીગપરાથી પેઢલા ગામ જતો હતો.
રસ્તામાં વંથલી નજીક નેશનલ હાઈવે પર શાહપુર પાટિયા સામે લોખંડના ઈલેક્ટ્રીક બોક્સ અને તેની બાજુમાં સિમેન્ટના બ્લોક સાથે બાઈક અથવા ગંભીર ઇજા થવાથી યુવાનને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મળત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ અકસ્માત અંગે મળતક યુવકના પિતા ભુપતભાઈ રાણાભાઇ મકવાણાનું નિવેદન લઈ વંથલી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
